
પાટણ, 28 મે (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવિક પટેલે ગુરુવારે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. કાર્યાલય ખાતે પૂજાવિધિ બાદ તેમણે પક્ષના આગેવાનો, સભ્યો અને સમર્થકોની હાજરીમાં સત્તાવાર કામગીરી શરૂ કરી હતી.
13મા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ ભાવિક પટેલે પક્ષના નેતૃત્વ અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે જિલ્લાના બાકી રહેલા વિકાસકાર્યો તમામ સભ્યોને સાથે રાખીને સમયસર પૂર્ણ કરવામાં આવશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોના અધૂરા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી સંજય પટેલ, લાલજી દેસાઈ, સ્નેહલ પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ