
પોરબંદર, 28 મે (હિ.સ.) હમસફર ટ્રેનને જામનગરથી પોરબંદર સુધી લંબાવવા માંગ થઇ છે.પોરબંદર જિલ્લા પેસેન્જર એસો. દ્વારા વિસ્તૃત રજૂઆત થઇ છે.
પોરબંદર જિલ્લા પેસેન્જર એસો. ના પ્રમુખ દિનેશ થાનકીએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે સ્થાનિક પોરબંદર રેલ્વે સ્ટેશન સુધી હમસફર ટ્રેન લંબાવો કારણકે પોરબંદરથી લોકલ ટ્રેન પણ જામનગર પણ નથી જતી.
જામનગર ખાતે આવેલ ગુરુગોવિંદસિંગ હોસ્પિટલે સેંકડો માણસો દવા લેવા માટે આવ-જાવ કરતા હોય છે. તેથી આ ટ્રેન અગાઉ સવારે જતી હતી. તે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે. તેથી આ ટ્રેન ચાલુ કરવા અને હમસફર ટ્રેન ચાલુ કરવા માટે જામનગરથી પોરબંદર લંબાવવાની પણ માંગણી કરેલ છે. આ બાબતે પોરબંદર સાંસદ મનસુખભાઇ માંડવીયા દ્વારા કેન્દ્ર સરકાર રેલ્વે વિભાગમાં રજૂઆત કરેલ. જેથી આ હમસફર ટ્રેન પોરબંદર સુધી લંબાવી શકાય તેથી દર્દીઓને પણ લાભ મળી શકે.
પોરબંદર, રાણાવાવ, ભાણવડ, વાંસજાળીયા,ગોપ, જામખંભાળીયા, લાલપુર, તરસાઇ ઉપરાંત અનેક સ્ટેશન જે પોરબંદર જામનગર વચ્ચે આવતા હોય તેને તમામને લાભ મળે જેથી આ અંગે રેલ્વે વિભાગના વેસ્ટર્ન જનરલ મેનેજર ને ઈ-મેઈલ કરી અને જામનગરથી –પોરબંદર સુધી ટેન લંબાવવા જિલ્લા પેસેન્જર એસોશીએશનના પ્રમુખ દિનેશ થાનકીએ રજૂઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya