
પાટણ, 28 મે (હિ.સ.) : પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા વિસ્તારમાં ઉનાળાની ગરમી વચ્ચે રાહદારીઓને રાહત મળે તે માટે એક સામાજિક સેવા કાર્યક્રમ યોજાયો હતો. શૈલેષ બી. નાયીની સુપુત્રી માહીના જન્મદિવસ નિમિત્તે પરિવારે શેરડી અને કેરીના ઠંડા રસનું વિતરણ કર્યું હતું.
ગરમીથી અકળાતા રિક્ષાચાલકો, મજૂરો, મુસાફરો અને અન્ય લોકો માટે વ્યસ્ત વિસ્તારમાં સ્ટોલ ઉભો કરી ઠંડા રસની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવસભર સેંકડો લોકોએ આ સેવા કાર્યક્રમનો લાભ લીધો અને ગરમીમાં રાહત અનુભવી હતી.
આ પ્રસંગે નાયી પરિવારના સભ્યો, મિત્રો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ દીકરી માહીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને પરિવારની આ સેવાભાવી પહેલની પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ