ઉધનામાં કચરાના ઢગલામાં લાગી આગ, બાજુમાં પાર્ક ટેમ્પો સળગી ઉઠ્યો
સુરત, 28 મે (હિ.સ.): સુરતના ઉધના વિસ્તારમાં આજે આગની એક ઘટના સામે આવી હતી. હરીનગર-3 કોમ્યુનિટી હોલ નજીક ખુલ્લામાં પડેલા કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતાં નજીકમાં ઉભેલો એક ટેમ્પો પણ તેની ઝ
Surat


સુરત, 28 મે (હિ.સ.): સુરતના ઉધના વિસ્તારમાં આજે આગની એક ઘટના સામે આવી હતી. હરીનગર-3 કોમ્યુનિટી હોલ નજીક ખુલ્લામાં પડેલા કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતાં નજીકમાં ઉભેલો એક ટેમ્પો પણ તેની ઝપેટમાં આવી ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા સુરત ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. ભારે મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ટેમ્પાના કેટલાક ભાગને નુકસાન પહોંચ્યું છે. સમયસર કાર્યવાહી થતાં આગ આસપાસના રહેણાંક વિસ્તાર અને અન્ય વાહનો સુધી પહોંચી નહોતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande