સાંસદ અને જાણીતા સર્જન જસવંતસિંહ પરમાર દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી હિયરિંગ ડિવાઇસ આપી 78 બાળકોને સાંભળતા કર્યા
રાજ્યસભા ના સાંસદ અને જાણીતા સર્જન ડૉ જસવંતસિંહ પરમાર દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી ૬૨લાખ૪૦હજાર ના હિયરિંગ ડિવાઇસ આપી ૭૮ બાળકો ને સાંભળતા કર્યા

ગોધરા, 28 મે (હિ.સ.) : દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંવેદનશીલતાને ધ્યાને લઇ સરકારના સહભાગી શિક્ષણ – સમાન અવસરના સ્લોગનને સાર્થક કરવા માટે પંચમહાલ જિલ્લાના ધોરણ -1 થી 8 માં અભ્યાસ કરતા અને સમગ્ર શિક્ષા પંચમહાલના સ્પેશિયલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતાં જિલ્લાના જુદી જુદી પ્રાથમિક શાળાના જન્મજાત શ્રવણની ખામી ધરાવતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાંભળવામાં મદદરૂપ થતા અત્યાધુનિક હિયર એઇડ ડિવાઇસ (ઉપકરણ)નું વિતરણ આવ્યું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના 78 વિદ્યાર્થીઓને વર્ષ- 2024-25ની ગ્રાન્ટમાંથી કુલ 62,40,000(બાસઠ લાખ ચાલીસ હજાર )ની માતબર રકમના ઉપકરણોનું વિતરણ કરાયું.

આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગમાં જિલ્લા સ્તરીય અધિકારીઓ અને કર્મચારીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. સૌને દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ

 rajesh pande