ખુલ્લી ગટરની કુંડીમાં બાઈક ખાબકતા હોમગાર્ડ જવાન ઘાયલ
પાટણ, 28 મે (હિ.સ.)પાટણ જિલ્લાના હારિજ શહેરમાં ભીલવાસ નજીક ખુલ્લી ગટરની કુંડીમાં બાઈક ખાબકતા એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરકારી ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અંધારાના કારણે તેમને ખુલ્લી કુંડી દેખાઈ ન હતી અને અકસ્માત સર્
ખુલ્લી ગટરની કુંડીમાં બાઈક ખાબકતા હોમગાર્ડ જવાન ઘાયલ


પાટણ, 28 મે (હિ.સ.)પાટણ જિલ્લાના હારિજ શહેરમાં ભીલવાસ નજીક ખુલ્લી ગટરની કુંડીમાં બાઈક ખાબકતા એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરકારી ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અંધારાના કારણે તેમને ખુલ્લી કુંડી દેખાઈ ન હતી અને અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનામાં તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

હારિજ શહેરમાં અનેક સ્થળોએ ખુલ્લી ગટરની કુંડીઓ સ્થાનિકો અને વાહનચાલકો માટે જોખમ બની રહી છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande