કપરાડાના માની ગામે પોલીસનો દરોડો: રૂ.20 હજારથી વધુનો ઇંગ્લિશ દારૂ જપ્ત, આરોપી ફરાર
વલસાડ, 28 મે (હિ.સ.) કપરાડા તાલુકાના માની ગામે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન દરોડા પાડી મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ PSI એલ.એસ. પટેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે કાર્યવાહી હાથ ધ
કપરાડા પોલીસ સ્ટેશન


વલસાડ, 28 મે (હિ.સ.) કપરાડા તાલુકાના માની ગામે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન દરોડા પાડી મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ PSI એલ.એસ. પટેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે માની ગામના વડપાડા ફળિયામાં રહેતા કિર્તીભાઈ નામુભાઈ ભોગીયાના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ આરોપી ઘર પાછળ આવેલા જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પંચોની હાજરીમાં ઘરની તપાસ કરવામાં આવતા રસોડાના ભાગેથી એક કેરેટ તથા બે પુઠાના બોક્સમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન સીગ્રામ રોયલ સ્ટેગ ક્લાસિક વિસ્કીની 750 MLની કુલ 30 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ.20,598.90 હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા બે બોટલ સેમ્પલ તરીકે અલગ રાખી શીલબંધી કરવામાં આવી હતી તેમજ સમગ્ર મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલે કિર્તીભાઈ નામુભાઈ ભોગીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કપરાડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande