ખેડૂતોને મળશે “વધુ સુરક્ષા” અને “વધુ સમૃદ્ધિ”ની શક્તિ, બે મહત્વપૂર્ણ ખેડૂતહિતના નિર્ણયોનું કિસાન મોરચા દ્વારા સ્વાગત
ગાંધીનગર,28 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સમૃદ્ધ ખેડૂત — સમૃદ્ધ ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. રાજ્યના ખેડૂતોના હિત
ખેડૂતોને મળશે “વધુ સુરક્ષા” અને “વધુ સમૃદ્ધિ”ની શક્તિ, બે મહત્વપૂર્ણ ખેડૂતહિતના નિર્ણયોનું કિસાન મોરચા દ્વારા સ્વાગત


ગાંધીનગર,28 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સમૃદ્ધ ખેડૂત — સમૃદ્ધ ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. રાજ્યના ખેડૂતોના હિતમાં “તાર ફેન્સિંગ યોજના” તથા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના”માં મહત્વપૂર્ણ વધારો જાહેર કરવામાં આવ્યો છે.

કિસાન મોરચાના હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા “તાર ફેન્સિંગ યોજના” હેઠળ ખેડૂતોને મળતી સહાય પ્રતિ રનિંગ મીટર 200 થી વધારી 300 કરવામાં આવી છે. અગાઉ બે હેક્ટર વિસ્તાર સુધી મર્યાદિત યોજનાનો લાભ હવે એક હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ ઉપલબ્ધ બનશે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે 240 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના”ના વ્યાપ અને સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો પોતાના ખેતરમાં વધુ વિશાળ ક્ષમતાવાળું પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઉભું કરી શકશે, જેના કારણે ખેડૂતોને પાકનું સુરક્ષિત સંગ્રહ, કુદરતી આફતો સામે વધુ રક્ષણ તેમજ યોગ્ય સમયે બજારમાં વેચાણ કરવાની વધુ સગવડ મળશે.

હિરેન હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથેની સીધી મુલાકાતો અને સંવાદ દરમિયાન રખડતા ઢોર, જંગલી પ્રાણીઓ, કમોસમી વરસાદ, રો મટિરિયલ્સમાં થતો સતત ભાવ વધારો તથા પાક સંગ્રહને લગતી સમસ્યાઓ અંગે ખેડૂતો દ્વારા સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ સમસ્યાને લઈને તેમના દ્વારા તેમજ તત્કાલીન અધ્યક્ષ હિતેષ પટેલ દ્વારા કિસાન મોરચા તરફથી ખેડૂતોના “પાક સુરક્ષા” અને “સુરક્ષિત સંગ્રહ” સંબંધિત પ્રશ્નોને રાજ્ય સરકાર સમક્ષ પ્રાથમિકતાથી ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

કિસાન મોરચાની રજૂઆતો અને ખેડૂતોની લાગણીઓને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકાર દ્વારા બંને યોજનાઓમાં સહાય અને સુવિધાઓમાં વધારો કરવાનો લેવામાં આવેલ નિર્ણય ખેડૂતો માટે અત્યંત લાભદાયી અને આશ્વાસનરૂપ સાબિત થશે. ખેડૂતોને “પાક સુરક્ષા” અને “સુરક્ષિત સંગ્રહ”ની દ્વિ-શક્તિ પ્રદાન કરતા આ નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપનાર સાબિત થશે. આ નિર્ણયોને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા હર્ષભેર આવકારવામાં આવ્યા છે તથા રાજ્ય સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande