કોંગ્રેસને મોટો ઝટકો આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
-સ્થાનિક સ્તરે જૂથબંધી અને આદિવાસી હિતોની ઉપેક્ષા થતી હોવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ -કોંગ્રસ પ્રમુખ રાજેન્દ્રસિંહએ નેત્રંગ, વાલિયા, ઝગડિયા તાલુકામા લાખો રૂપિયા લઈને કોરા મેન્ડેટ આપ્યા હતા -શેરખાન પઠાણે જિલ્લા તાલુકા પંચાયતમાં નબળા ઉમેદવારોને ટીકીટ
કોંગ્રેસને મોટો ઝટકો આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું


કોંગ્રેસને મોટો ઝટકો આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું


કોંગ્રેસને મોટો ઝટકો આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું


કોંગ્રેસને મોટો ઝટકો આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું


કોંગ્રેસને મોટો ઝટકો આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું


-સ્થાનિક સ્તરે જૂથબંધી અને આદિવાસી હિતોની ઉપેક્ષા થતી હોવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ

-કોંગ્રસ પ્રમુખ રાજેન્દ્રસિંહએ નેત્રંગ, વાલિયા, ઝગડિયા તાલુકામા લાખો રૂપિયા લઈને કોરા મેન્ડેટ આપ્યા હતા

-શેરખાન પઠાણે જિલ્લા તાલુકા પંચાયતમાં નબળા ઉમેદવારોને ટીકીટ આપી આપ,બીજેપીને મદદ કરી

ભરૂચ 28 મે (હિ.સ.) ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ અને અસંતોષ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આદિવાસી સમાજના અગ્રણી નેતા મહેશ સી વસાવાએ કોંગ્રેસ પક્ષના તમામ પદો અને સભ્યપદેથી સત્તાવાર રીતે રાજીનામું ધરી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમણે આદિવાસી કોંગ્રેસ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ (ટ્રાયબલ એડવાઇઝરી કાઉન્સિલ) ના સભ્ય પદેથી પણ પોતાનો છેડો ફાડી નાખ્યો છે.

વિચારધારા અને જૂથવાદ મુદ્દે નારાજગી હોય

મહેશ વસાવાએ પોતાના રાજીનામા પાછળ પક્ષની સ્થાનિક નેતાગીરી અને આંતરિક જૂથવાદને જવાબદાર ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે, આદિવાસી સમાજના હિતો અને પ્રશ્નોના મુદ્દે સ્થાનિક સ્તરે પક્ષનું વલણ બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું નથી. આ ઉપરાંત, કોંગ્રેસ પક્ષની વર્તમાન વિચારધારા તેમની પોતાની વિચારધારા સાથે સુસંગત બેસતી ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

હાલમાં નેત્રંગ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ પક્ષનાં જીતેલા ઉમેદ્દવાર જેમણે પક્ષની વિચાર ધારા વિરુદ્ધ જઈ ભાજપાને તાલુકા પંચાયત બનાવવા સપોર્ટ કર્યો છે. એ કોના કહેવાથી એ પણ જાણવાની જરૂર છે. જે પક્ષ કોંગ્રેસનો સૌથી મોટો વિરોધી પક્ષ છે. છતાં તાલુકા પંચાયત બનાવાવા માટેનું સમર્થન શેરખાન પઠાણના કહેવાથી આપવામાં આવ્યું છે. આવા વ્યક્તિઓ સામે પક્ષ વિરોધી કાર્યો બદલ તપાસ કરી કડક પગલાં ભરી પક્ષમાંથી બહાર કાઢવા જોઈએ કારણ કે પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આરએસએસ અને ભાજપના વિરોધમાં આવાજ ઉઠાવે છે પરંતુ અહીં ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા કંઈક અલગ છે.

સ્થાનિક લેવલે જૂથવાદ અને લોબિંગના કારણે હું કોંગ્રેસ પક્ષ સાથેની મારી રાજકીય સફર અહીં પૂર્ણ કરું છું. આદિવાસી સમાજના હિતો માટે પક્ષનું વલણ યોગ્ય નથી, જેથી હું આદિવાસી કોંગ્રેસ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય પદ પરથી રાજીનામું આપું છું.

27 મે, 2026ના રોજ જાહેર કરાયેલા આ રાજીનામા બાદ ગુજરાતના ખાસ કરીને આદિવાસી બેલ્ટના રાજકારણમાં મોટા ઉલટફેર થવાની સંભાવના સેવાઈ રહી છે. સ્થાનિક સ્તરે ચાલતા 'લોબિંગ' અને આંતરિક જૂથવાદથી કંટાળીને લેવાયેલો આ નિર્ણય આગામી સમયમાં કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. મહેશ વસાવા આગામી દિવસોમાં કઈ નવી રાજકીય દિશા પકડે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ભીલીસ્થાન (ભીલ પ્રદેશ) તેમજ આદિવાસી સમાજ ના સ્વતંત્ર મુદ્દાઓ માટે કોંગ્રેસ પક્ષ મા કોઈ ચોકસ સ્વતંત્રતાના હોઈ અને કોંગ્રેસ પક્ષમાં ફક્ત આદિવાસી આગેવાનોનો સ્થાનિક લેવલે ઉપયોગ જ કરવામા આવતો હોઈ એમ લાગી રહ્યું છે. અને આદિવાસી સમાજના હિતોના મુદ્દે સ્થાનિક લેવલે પાર્ટીનું વલણ ચોકસ દેખાઈ રહ્યું નથી તેમજ પક્ષ સાથે મારી વિચાર ધારા સુસંગત થાઈ એમ લાગી રહ્યું નથી. અને સ્થાનિક લેવલે જુથવાદ લોબિંગના કારણે હું કોંગ્રેસ પક્ષ સાથેની રાજકીય સફર અંહી પૂર્ણ કરું છું. અને કોંગ્રેસ પક્ષમાંથી (આદિવાસી કોંગ્રેસ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ) (ટ્રાયબલ એડવાઇઝરી કાઉનશીલ) નાં સભ્ય પદ પરથી રાજીનામુ આપુ છું.મહેશ છોટુ. વસાવા પૂર્વ ધારાસભ્ય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande