વાલિયા તાલુકાના સીંગલવાણ ગામના ખેડૂત ઉપર ગામના ટોળાએ કર્યો હુમલો
ભરૂચ, 28 મે (હિ.સ.) વાલિયા તાલુકાના સિંગલવાણ ગામે જમીન ખેડવા મામલે થયેલ મારામારીની ઘટનામાં ટોળા વિખેરવા પહોંચેલ પોલીસ ટીમ ઉપર હુમલો ચકચાર મચી જવા પામી છે. વાલિયા તાલુકાના સિંગલવાણ ગામમાં જમીન મામલે જમીનદાર અને ગ્રામજનો વચ્ચે મામલો બીચકતા માથા
વાલિયા તાલુકાના સીંગલવાણ ગામના ખેડૂત ઉપર ગામના ટોળાએ કર્યો હુમલો


વાલિયા તાલુકાના સીંગલવાણ ગામના ખેડૂત ઉપર ગામના ટોળાએ કર્યો હુમલો


વાલિયા તાલુકાના સીંગલવાણ ગામના ખેડૂત ઉપર ગામના ટોળાએ કર્યો હુમલો


ભરૂચ, 28 મે (હિ.સ.) વાલિયા તાલુકાના સિંગલવાણ ગામે જમીન ખેડવા મામલે થયેલ મારામારીની ઘટનામાં ટોળા વિખેરવા પહોંચેલ પોલીસ ટીમ ઉપર હુમલો ચકચાર મચી જવા પામી છે.

વાલિયા તાલુકાના સિંગલવાણ ગામમાં જમીન મામલે જમીનદાર અને ગ્રામજનો વચ્ચે મામલો બીચકતા માથાકૂટ થઈ હતી.આ ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ મથકનો સ્ટાફ બે સરકારી ગાડી અને ચાર ખાનગી વાહનોમાં સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં મામલો વધુ ઉગ્ર બનતા ટોળાએ પથ્થરમારો કરતા નાસભાગ મચી જવા પામી હતી.આ ટોળાના પથ્થર મારામાં 4 પોલીસ જવાનોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.જ્યારે જમીનદારની ગાડી અને પોલીસની સરકારી ગાડી સહિત અન્ય વાહનોમાં નુકશાન પહોંચ્યું હતું.બનાવ અંગે પોલીસે જમીનદારની અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રફુલ ભગવાનભાઈ કાથરોટીયાની અરજી મુજબ તેમની જમીનમાં લેવલીંગનું કામ ચાલુ હતું તે કામ પતાવી સાંજના ઘરે પરત જતી વખતે સિંગલવાણ ગામની પ્રાથમિક શાળાની બાજુમાંથી પસાર થતા હતા ત્યારે 150 જેટલા માણસો સ્ત્રી પુરુષોનું ટોળું ભેગું થઈ ગયેલ અને અમને કહેવા લાગેલ કે આ જમીન ગામની જમીન છે તમે આ જમીનમાં ગામના આગેવાનોને પૂછ્યા વગર જાણ કર્યા વગર કેમ લેવલ કરો છો ત્યારે અમે આ જમીન કોઈ સરકારી કે બીજા કોઈની માલિકીની નથી આ જમીન ભારતીબેન રાજેશ ગજેરાની છે તે અમારા સગા થાય છે અને આ જમીનના સંપૂર્ણ દસ્તાવેજ અમારી પાસે છે તમારે જોવા હોય તો તમને બતાવીએ તેમ કહેતા આ ટોળાએ ઉશ્કેરાઈ જઈને તમારા જમીનના કોઈ કાગળ અમારે જોવા નથી આ જમીન ગામની છે એટલે તમારે અહીંયા જમીન બાબતે કોઈ લેવલિંગ કરવું નહીં તેમ કહી ગમે તેમ બધા ગાળો બોલી ઝપાઝપી કરી ટોળાએ અમારી ફોરવીલ ગાડીને પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખેલા હતા અમારી સાથે મારા મિત્ર હસમુખ સવજીનો મોબાઇલ ટોળામાંથી કોઈએ તેમના હાથમાંથી છીનવી લીધો હતો અને તેની ફોરવિલ ગાડીને પથ્થરમારો કરી નુકસાન પહોંચાડાયેલ હતુ.જેમતેમ કરીને અમે પથ્થર મારામાંથી બચીને ભાગી નીકળ્યા હતા અને દૂર જઈને વાલીયા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વાલીયા પોલીસ આવતા તેની સાથે પણ આ ટોળાએ પથ્થરમારો કરી ઇજા પહોંચાડી હતી.

વાલિયા પોલીસે ખેડૂતની અરજી લઈ તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કાયદેસર કાર્યવાહી નહીં કરતા ખેડૂત ઉપર જોખમ ઊભું થઈ ગયું છે .જેને લઈ આગળ ખેતી ખેડવા માટે ખેડૂતે ભરૂચ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં સંરક્ષણ આપવા અરજી કરી છે જેના માટે ભરવાના થતા રૂપિયા પણ ભરવા તૈયાર છે.

હાલ અરજીના સંદર્ભે તપાસ કરી રહ્યા છીએ પછી તેના આધારે આગળ કાર્યવાહી કરીશું. અત્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય પુરાવા ના આધારે નામજોગ ફરિયાદમાં જે નામો છે તેની ધરપકડ કરી તપાસ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરીશું ફરિયાદ ચોક્કસપણે થશે .પીઆઇ આર બી ચૌધરી વાલિયા

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande