સાવરકુંડલાને ફાટક મુક્ત બનાવવા આયોજન બેઠક, અંડરબ્રિજ વિસ્તરણ અંગે ચર્ચા
અમરેલી,28 મે (હિ.સ.) સાવરકુંડલા શહેરમાં વાહન વ્યવહારને વધુ સુગમ, સુરક્ષિત અને સુવિધાસભર બનાવવા માટે ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં “સત્વ અટલધારા” કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ, ઇજનેરો તેમજ સ્થા
સાવરકુંડલાને ફાટક મુક્ત બનાવવા આયોજન બેઠક, અંડરબ્રિજ વિસ્તરણ અંગે ચર્ચા


અમરેલી,28 મે (હિ.સ.) સાવરકુંડલા શહેરમાં વાહન વ્યવહારને વધુ સુગમ, સુરક્ષિત અને સુવિધાસભર બનાવવા માટે ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં “સત્વ અટલધારા” કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ, ઇજનેરો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક ભારને ધ્યાનમાં રાખી ફાટક મુક્ત સાવરકુંડલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બેઠક દરમિયાન મહુવા રોડ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા અંડરબ્રિજ, જેસર રોડ ફાટક સહિત શહેરના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોએ આવેલા અંડરબ્રિજોને વધુ પહોળા અને સુવિધાસભર બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલના સમયમાં ભારે વાહનવ્યવહારને કારણે અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેને દૂર કરવા માટે અંડરબ્રિજના વિસ્તરણ અને આધુનિકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આયોજન બેઠક બાદ ધારાસભ્ય મહેશ કસવાલા તથા અધિકારીઓની ટીમે સંબંધિત સ્થળોની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, વાહનોની અવરજવર, રાહદારીઓની સુરક્ષા તેમજ ભવિષ્યમાં વધનારા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સ્થાનિક નાગરિકોને આવનજાવનમાં સરળતા રહે અને અકસ્માતોની સંભાવના ઓછી થાય તે માટે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે સાવરકુંડલાના વિકાસ માટે માર્ગ અને ટ્રાફિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ સતત ચાલુ છે. શહેરને ફાટક મુક્ત બનાવવાથી લોકોનો સમય બચશે, ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ સુરક્ષિત મુસાફરીને પ્રોત્સાહન મળશે. આગામી સમયમાં આ યોજનાઓને ઝડપથી અમલી બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande