
ભાવનગર,28 મે (હિ.સ.)ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારીની ઉત્તમ તક પૂરી પાડવાના હેતુથી તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે વિશાળ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં વિવિધ ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ભરતીમેળામાં SSC, HSC, Graduate, ITI તેમજ B.Com જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, ફાઇનાન્સ મેનેજર, સાઇટ સુપરવાઇઝર, એજન્ટ, ટેક્નિકલ મેનેજર સહિતની અનેક જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ અને ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રોજગારની શોધમાં રહેલા યુવાનો માટે આ ભરતીમેળો એક સારો અવસર સાબિત થશે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના રિઝ્યુમની પાંચ નકલો સાથે નિર્ધારિત સ્થળે સમયસર હાજર રહે. ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ભરતીમેળામાં ભાગ લેનાર કંપનીઓ ઉમેદવારોની લાયકાત અને અનુભવના આધારે સ્થળ પર જ પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરશે.
ઉમેદવારોને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, કંપનીઓ અને જરૂરી લાયકાત અંગેની વિગતવાર માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ “EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)”ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લા રોજગાર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે આવા ભરતીમેળા દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બનશે અને કુશળ માનવબળને યોગ્ય પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA