સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને ઓક્સિજન મશીન અર્પણ, માનવસેવાનું અનોખું કાર્ય
અમરેલી, 28 મે (હિ.સ.) : સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા માનવસેવાના ઉત્તમ કાર્યરૂપે સાવરકુંડલાની શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરને બે ઓક્સિજન મશીન તથા અન્ય મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્ય ભક્તિરામ બાપુના વરદહસ્તે પૂર્ણ થયું હતું. મળતી માહિતી
સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને ઓક્સિજન મશીન અર્પણ, માનવસેવાનું અનોખું કાર્ય


અમરેલી, 28 મે (હિ.સ.) : સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા માનવસેવાના ઉત્તમ કાર્યરૂપે સાવરકુંડલાની શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરને બે ઓક્સિજન મશીન તથા અન્ય મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્ય ભક્તિરામ બાપુના વરદહસ્તે પૂર્ણ થયું હતું.

મળતી માહિતી મુજબ ખાંભામાં મુંગા પશુ-પક્ષીઓ તથા માનવસેવાના વિવિધ કાર્યો કરતી સેવાયજ્ઞ ગ્રુપને થોડા સમય પહેલાં મુંબઈના એક દાતા દ્વારા રામભરોસે બે ઓક્સિજન મશીન તથા અન્ય તબીબી સાધનો આપવામાં આવ્યા હતા. આ મશીન અને સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં થઈ શકે તે હેતુથી સેવાયજ્ઞ ગ્રુપના શ્રી રાજુભાઈ હરીયાણી એડવોકેટ અને નોટરી સહિતના સભ્યોએ ભક્તિરામ બાપુ સાથે ચર્ચા કરી હતી.

ભક્તિરામ બાપુએ આ મેડિકલ સાધનોને વિનામૂલ્યે દર્દી નારાયણની સેવા કરતી સંસ્થા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને અર્પણ કરવાની ભાવના વ્યક્ત કરી હતી. ભક્તિરામ બાપુના હસ્તે આ બંને ઓક્સિજન મશીન તથા અન્ય મેડિકલ સાધનો આરોગ્ય મંદિરના ડો. પ્રકાશ કટારીયાને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સેવાયજ્ઞ ગ્રુપના સભ્યો, આગેવાનો તથા સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિરામ બાપુએ દાતા તથા સેવાયજ્ઞ ગ્રુપના યુવાનોને આશીર્વાદ પાઠવી માનવસેવાના આવા કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક સ્તરે આ સેવાકાર્યની પ્રશંસા થઈ રહી છે અને જરૂરિયાતમંદ દર્દીઓને આ સાધનો દ્વારા મોટી રાહત મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande