
ગાંધીનગર, 28 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ બે દિવસ પહેલા 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી.. આજે જેની કાગડોળે રાહ જોવાતી હતી તે આજે વડોદરા અને રાજકોટના પદાધિકારીઓની જાહેરા થઈ ગઈ છે.
સુરતમાં મેયર પદ માટે 2 કલાકથી પેચ ફસાયો છે.સુરતના 115 કોર્પોરેટરોમાં ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો.
સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે ઉમેદવારોના નામોની જાહેરાતમાં થઈ રહેલા વિલંબને લઈ હળવા અંદાજમાં મજાક કરી હતી; તેમણે હસતાં-હસતાં રૂમાલથી મોં લૂછતાં કહ્યું કે આ 115 જણા એટલા બધા મજબૂત છે કે તેમાંથી નામ શોધવાની તકલીફ પડી રહી છે.
જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ-કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે.
ભાજપ દ્વારા આમ હવે 15માંથી 14 મનપાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો છે. જો કે સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 12 વાગવા છતાં મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા નથી. હરિફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું છે. 2 કલાકથી નામો જાહેર ન થતાં ઉત્તેજનાભર્યો માહોલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ