
પાટણ, 28 મે (હિ.સ.)ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાય વ્યવસ્થાને વધુ સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવા માટે “સમાધાન સમારોહ 2026 સ્પેશિયલ લોક અદાલત”નું આયોજન કર્યું છે. તેનો મુખ્ય હેતુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સમાધાનલાયક કેસોનું પરસ્પર સંમતિથી ઝડપી અને મૈત્રીપૂર્ણ નિરાકરણ લાવવાનો છે.
પાટણ જિલ્લાના પક્ષકારો, વકીલો અને હિતધારકો માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ દ્વારા માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સેક્રેટરી આઈ. આઈ. પઠાણે વધુમાં વધુ લોકોને આ લોક અદાલતનો લાભ લેવા અપીલ કરી છે.
રસ ધરાવતા લોકો પાટણ જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગના પ્રથમ માળે રૂમ નં. 103 ખાતે આવેલી કચેરીનો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે 02766-225499 નંબર પર ફોન દ્વારા પણ સહાય મેળવી શકાય છે.
આ વિશેષ સમાધાન સમારોહ 21 એપ્રિલ 2026થી શરૂ થયો છે. ભાગ લેવા ઇચ્છુક પક્ષકારો વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકે છે. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ ગૂગલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2026 છે.
સમારોહનું સમાપન 21, 22 અને 23 ઓગસ્ટ 2026ના રોજ વિશેષ લોક અદાલત સાથે થશે. દિલ્હી ખાતે સીધો સંપર્ક કરવા ઇચ્છુક લોકો સુપ્રીમ કોર્ટના વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ