ગોરસર ગામે યુવાન પર પત્ની સહિત સસરિયાએ હુમલો કર્યો.
પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગોરસર ગામના પ્લોટ વિસ્તાર ખાતે પારિવારિક બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સુનિલ માલદેભાઈ સોલંકી , વ્યવસાયે
ગોરસર ગામે યુવાન પર પત્ની સહિત સસરિયાએ હુમલો કર્યો.


પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગોરસર ગામના પ્લોટ વિસ્તાર ખાતે પારિવારિક બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુનિલ માલદેભાઈ સોલંકી , વ્યવસાયે કડીયાકામ, ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમની પત્નીના બોલાવાથી તેઓ પોતાના પુત્ર વિરાટનું સ્કૂલમાં એડમિશન કરાવવા માટે આધાર કાર્ડ આપવા સસરાના ઘરે ગયા હતા.

તે દરમિયાન પત્નિ કંચનબેન તેમજ, સંજય માધાભાઈ સોલંકી, ભીખુ માધાભાઈ સોલંકી તથા દિનેશ પીઠાભાઈ સોલંકી, તમામ રહે. ગોરસર ગામ, પ્લોટ વિસ્તાર, તા. જિ. પોરબંદર, એકસંપ થઈ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને ભુંડી ગાળો આપી શરીરે ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. સમગ્ર બનાવ અંગે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande