
ભાવનગર, 28 મે (હિ.સ.)ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસેને દિવસે રાસાયણિક ખેતી થોડી પ્રાકૃતિક ખેતી ઉપનાવી રહ્યા છે કેટલાક યુવકો પણ આજે ઉચ્ચ અભ્યાસ કે પછી નોકરી કે અન્ય વ્યવસાય છોડી ખેતી સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી અપનાવી અલગ અલગ પાકોનું વાવેતર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ કરીને તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઝડકલા ગામે રહેતા યુવક દેસાઈ તુષારભાઈ જેવો એ બી બી એ સુધીનો અભ્યાસ કરેલો છે નોકરી કરતા હતા પરંતુ તે નોકરી છોડીને પોતાનો પેઢી દર પેઢી વ્યવસાય સંભાળી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા હાલ તેઓ આંબાની ખેતી કરી કેરીનું જુદા જુદા શહેરો સુધી વેચાણ કરી રહ્યા છે. એક વીઘામાંથી એક લાખ રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત કેરીનો પાક પૂર્ણ થઈ ગયા બાદ તેની વચ્ચે રહેલ જગ્યામાં પણ તેઓ આંતરપાક તરીકે અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે.
આ અંગે દેસાઈ તુષારભાઈ જગદીશભાઈ એ જણાવ્યું કે આરવી ઓર્ગેનિક ફાર્મ નો ઓનર છું અને આ વ્યવસાયમાં અમે પેઢી દર પેઢીથી જોડાયેલા છીએ.મારા પપ્પા ઓર્ગેનિક ખેતી કરતા હતા.એ વ્યવસાયને આગળ મેં ધપાવ્યો છે. ઓર્ગેનિક ખેતીને આગળ ધપાવવા માટે મેં B.B.A કરેલું હતું. B.B.A કર્યા પછી 10 વર્ષથી હું ખેતી સાથે સંકળાયેલો છું.આરવી ઓર્ગેનિક ફાર્મ ની અંદર અમે ઓર્ગેનિકની શરૂઆત 2015 માં જામકંડોરણા સુભાષ પાલેકરની શિબિર ભરેલી હતી અને એ સાથે અમે આરવી ઓર્ગેનિક ફાર્મ ની અંદર ઓર્ગેનિક શરૂ કર્યું હતું.
હાલની અંદર અમારે આંબાનું વાવેતર 1500 ઠડીયાછે.અને 23 વીઘા જેવી જમીન છે. માવજતની અંદર અમે જીવામૃત, ઘનજીવામૃત વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.કોઈપણ જાતનો રોગ આવે ત્યારે અમે એને લીમડાનું તેલ છે, એરંડાનું તેલ છે, લસણ, ડુંગળી, મરચાં એ બધાની પેસ્ટ બનાવીને એનો છંટકાવ કરતા હોઈએ છીએ.હાલની અંદર ભાવ 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી મળી રહ્યા છે એક બોક્સની અંદર 10 કિલો કેરી નાખવામાં આવે છે. અમે અત્યારે સુરત, અમદાવાદ અને મુંબઈ સુધી અમારું વેચાણ કરી રહ્યા છીએ.
અમે ટ્રાન્સપોર્ટેશન કરી આપીએ છીએ અને કોઈ પણ અમારે એક વ્યક્તિ હોય એની ત્યાં અમે ઉતારી દઈએ અને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટરને આપી દેતા હોઈએ છીએ, ડાયરેક્ટ ગ્રાહક હોય તો ગ્રાહકને આપીએ છીએ.વીઘે ઉત્પાદન ગણો તો 1,00,000 થી 1,25,000 રૂપિયા જેવું ઉત્પાદન મળી રહે છે. આંબાનો પાક પૂરો થયા પછી અમે એનું કટિંગ કરતા હોઈએ છીએ. કટિંગ કર્યા પછી એને મોરથૂથુનો છંટકાવ કરતા હોઈએ છીએ બોર્ડો પેસ્ટ બનાવીને, અથવા ગૌમૂત્ર અને છાણનું જીવામૃત બનાવીને છંટકાવ કરતા હોઈએ છીએ. કેરીની સિઝન પૂર્ણ થઈ ગયા બાદ તેની સાથે વચ્ચે અલગ અલગ પાકોનું પણ વાવેતર કરીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA