41 બેઠકોના બળ પર ભાજપનો દબદબો: વાપી મનપાના મેયર બન્યા દક્ષાબેન પટેલ
વાપી,28 મે (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે મહાનગરપાલિકાઓમાં સત્તાના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેની રાજકીય ચહલપહલ તેજ બની છે. રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા વચ્ચે આજે વાપી મહાનગરપાલિકામાં પ્રથમ ટર્મના મુ
વાપી મનપાના નવા હોદ્દેદારોનું ભાજપ દ્વારા સન્માન


વાપી,28 મે (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે મહાનગરપાલિકાઓમાં સત્તાના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેની રાજકીય ચહલપહલ તેજ બની છે. રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા વચ્ચે આજે વાપી મહાનગરપાલિકામાં પ્રથમ ટર્મના મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

વાપી મનપાના મેયર તરીકે દક્ષાબેન પટેલની વરણી કરવામાં આવી છે. વાપી નગરપાલિકાથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત આ હોદ્દા માટે પસંદગી થતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. દક્ષાબેન પટેલની નિમણૂકને ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે મિતેષ દેસાઈ, કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે સતીશ પટેલ, દંડક તરીકે સુનીતાબેન તિવારી અને પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. કુલ 52 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં 11 બેઠકો ગઈ હતી અને 4 અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ત્યારબાદ અપક્ષ સભ્યોએ ભાજપને સમર્થન આપતા ભાજપની સંખ્યા વધીને 41 પર પહોંચી ગઈ છે.

ભાજપે વાપી મનપાના તમામ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પોતાના નેતાઓને સ્થાન આપતા હવે શહેરના વિકાસકાર્યોને નવી દિશા અને ગતિ મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande