વાપી મનપાના નવા કમિશનરની વિવિધ શાખાઓમાં અચાનક મુલાકાત
વાપી, 28 મે (હિ.સ.) : વાપી મહાનગરપાલિકાના નવા વરાયેલા પ્રિન્સિપલ મ્યુનિસિપલ કમિશનર એફ. એન. ચૌધરી દ્વારા આજે મનપાની વિવિધ શાખાઓની અચાનક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા મળે તે માટે કર્મચારીઓને
વાપી મહાનગરપાલિકા


વાપી, 28 મે (હિ.સ.) : વાપી મહાનગરપાલિકાના નવા વરાયેલા પ્રિન્સિપલ મ્યુનિસિપલ કમિશનર એફ. એન. ચૌધરી દ્વારા આજે મનપાની વિવિધ શાખાઓની અચાનક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા મળે તે માટે કર્મચારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ કમિશનર એફ. એન. ચૌધરી તેમના પર્સનલ સેક્રેટરી અને સ્ટાફ સાથે મોરારજી શોપિંગ સેન્ટર ખાતે આવેલી મનપાની વિવિધ કચેરીઓમાં પહોંચ્યા હતા. તેમણે જન્મ-મરણ નોંધણી શાખા, ઘરવેરા ટેક્સ વિભાગ, પાણી વિતરણ અને ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન કમિશનરે કર્મચારીઓને નગરજનોને પડતી સમસ્યાઓનો ઝડપથી નિકાલ લાવવા અને અરજદારોને કોઈ અગવડ ન પડે તે માટે સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત તેમણે ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓ તેમજ મહાનગરપાલિકાના વાહનચાલકો સાથે પણ મુલાકાત કરી વિવિધ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફરજમાં બેદરકારી દાખવનાર અથવા જેમની સામે ફરિયાદો આવશે તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનરના સેક્રેટરી ધર્મીન ખભાતી, જનસંપર્ક અધિકારી રામચંદ્રભાઈ દેસાઈ, બાંધકામ વિભાગના ઈજનેર જતીનભાઈ પટેલ, સિટી એન્જિનિયર રેગન પટેલ સહિત મનપાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande