પોરબંદરમાં ગોસાબાર ગામ નજીક કાર-બાઇકનો અકસ્માત
પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લાના દ્વારકા-સોમનાથ હાઈવે પર ગોસાબાર બસસ્ટેન્ડ નજીક બેદરકારીપૂર્વક કાર ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ગીગાભાઈ સામતભાઈ બગીયા (ઉવ. 35), રહે. ઘેડ બગસરા ગામ, તાલુકો માંગરોળ, જિલ્લા જુનાગ
પોરબંદરમાં ગોસાબાર ગામ નજીક કાર-બાઇકનો અકસ્માત


પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લાના દ્વારકા-સોમનાથ હાઈવે પર ગોસાબાર બસસ્ટેન્ડ નજીક બેદરકારીપૂર્વક કાર ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ગીગાભાઈ સામતભાઈ બગીયા (ઉવ. 35), રહે. ઘેડ બગસરા ગામ, તાલુકો માંગરોળ, જિલ્લા જુનાગઢ, સફેદ કલરની સ્વીફ્ટ કાર નં. GJ-16-CN-4379 ના ચાલકે ફરીયાદ નોંધાવી છે સામે કારચાલકે પોતાની કાર પુરઝડપે, બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી માનવજીંદગી જોખમાય તેવી સ્થિતિ ઉભી કરી હતી. દરમિયાન તેણે પીયુષભાઈ ઘરસંડાનું હોન્ડા કંપનીનું મોટરસાઇકલ નંબર GJ-11-AK-4045ને જોરદાર ટક્કર મારી અકસ્માત સજર્યો હતો.

અકસ્માતમાં પીયુષભાઈ ઘરસંડા (ઉવ.40), રહે. ઘેડ બગસરા,ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલા ગોવિંદભાઈ બગીયાને ડાબી આંખ ઉપર કપાળના ભાગે ત્રણ ટાંકા, જમણા હાથની કોણીમાં છ ટાંકા તેમજ બંને પગ, જમણા હાથ અને ખભાના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત શરીરે છોલા પડી જતા તેમજ મોઢાના અંદર અને બહારના ભાગે સાત ટાંકા લેવા પડ્યા હતા. અકસ્માત સજૉ બાદ આરોપી પોતાની ફોરવ્હીલ કાર ઘટનાસ્થળે મૂકી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે હાર્બર મરીને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande