વાપીમાં શિક્ષણ જગતના પ્રેરણાસ્તંભ - ડો. શૈલેષ લુહાર
વાપી, 28 મે (હિ.સ.) : આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત રહ્યું નથી. વિદ્યાર્થીઓને યોગ્ય દિશા, માનસિક મજબૂતી અને કારકિર્દી માટે સ્પષ્ટ માર્ગદર્શન આપનાર વ્યક્તિ જ સાચા અર્થમાં શિક્ષણના શિલ્પી ગણાય છે. વાપીની ધરતી પર આવ
ડો શૈલેશ તુષાર


વાપી, 28 મે (હિ.સ.) : આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત રહ્યું નથી. વિદ્યાર્થીઓને યોગ્ય દિશા, માનસિક મજબૂતી અને કારકિર્દી માટે સ્પષ્ટ માર્ગદર્શન આપનાર વ્યક્તિ જ સાચા અર્થમાં શિક્ષણના શિલ્પી ગણાય છે. વાપીની ધરતી પર આવા જ એક પ્રખર શિક્ષણવિદ્, માર્ગદર્શક અને વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડવૈયા તરીકે ડો. શૈલેષ લુહારનું નામ અતિ ગૌરવપૂર્વક લેવાય છે.

“શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનો માર્ગ નથી, પરંતુ જીવન ઘડતરનું મહાયજ્ઞ છે” — આ વિચારને પોતાના કાર્ય દ્વારા સાકાર કરનાર ડો. શૈલેષ લુહાર આજે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશ્વાસનું પ્રતિક બની ચૂક્યા છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર તરીકે સેવા આપતા ડો. શૈલેષ લુહાર પૂજ્ય મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીના પવિત્ર સાનિધ્યમાં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેઓ માત્ર શિક્ષક કે સંચાલક નથી, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓને દિશા આપનાર કર્તવ્યનિષ્ઠ માર્ગદર્શક છે.

એક સમય એવો હતો જ્યારે મેડિકલ, એન્જિનિયરિંગ અથવા વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને મોટા શહેરોમાં જવું પડતું હતું. યોગ્ય માર્ગદર્શનના અભાવે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાછળ રહી જતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાંથી જ નહીં, પરંતુ રાજકોટ, જામનગર અને મુંબઈ જેવા મહાનગરોમાંથી પણ વિદ્યાર્થીઓ ખાસ ડો. શૈલેષ લુહારનું માર્ગદર્શન મેળવવા સલવાવ ગુરુકુળ સુધી પહોંચી રહ્યા છે.

આ વિશ્વાસ વર્ષોની મહેનત, શિક્ષણ પ્રત્યેની સમર્પિતતા અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમના કારણે પ્રાપ્ત થયો છે. ડો. લુહારની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ દરેક વિદ્યાર્થીને અલગ રીતે સમજે છે. તેઓ માત્ર માર્ક્સ પર નહીં, પરંતુ વિદ્યાર્થીની આંતરિક શક્તિ, રસ, ક્ષમતા અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપે છે.

તેમની સાયકોલોજિકલ મેથડ આધારિત ગાઈડન્સ પદ્ધતિએ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં નવી આશા અને નવી દિશા ઉભી કરી છે. અભ્યાસમાં નબળા ગણાતા અથવા આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલા વિદ્યાર્થીઓમાં પણ તેઓ નવી ઉર્જા ભરી સફળતાના માર્ગે આગળ ધપાવે છે.

ડો. શૈલેષ લુહારના માર્ગદર્શન હેઠળ 400થી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે સફળતા મેળવી ચૂક્યા છે. અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળ કારકિર્દી બનાવી રહ્યા છે.

તેમના માર્ગદર્શન પાછળ માત્ર શિક્ષણ નહીં, પરંતુ માનવતાભર્યો અભિગમ અને વિદ્યાર્થી પ્રત્યેની લાગણી કામ કરે છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર ભણાવતા નથી, પરંતુ જીવન જીવવાની દિશા આપે છે. દરેક વિદ્યાર્થીને તેઓ પોતાની જવાબદારી માને છે અને દરેક સફળતાને સામાજિક સેવા સમાન ગણે છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ આજે જે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે તેમાં ડો. શૈલેષ લુહારનું વિઝન અને નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. “સ્કૂલ ફોર એક્સલન્સ” હેઠળ JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગુણવત્તાસભર તૈયારી, CA Foundation જેવા કોર્સ તેમજ ટૂંક સમયમાં શરૂ થનારી Nursing College જેવી નવી પહેલો એ તેમની દૂરદર્શિતાનું પ્રતિબિંબ છે.

તેમનું વિઝન માત્ર ડિગ્રી પૂરતું મર્યાદિત નથી, પરંતુ સંસ્કારી, આત્મવિશ્વાસી અને રાષ્ટ્રનિર્માતા યુવાનો ઘડવાનું છે. સરળતા, સૌમ્યતા અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ ધરાવતા ડો. શૈલેષ લુહાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે એટલી આત્મિયતાથી જોડાય છે કે દરેક વ્યક્તિ તેમને પોતાના પરિવારના સભ્ય સમાન માને છે. તેમની વાણીમાં પ્રેરણા, વિચારોમાં દૃષ્ટિ અને કાર્યમાં અસાધારણ સમર્પણ જોવા મળે છે.

આજે જ્યારે સમગ્ર સમાજ ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન માટે તલપાપડ છે, ત્યારે વાપીની ધરતી પર ડો. શૈલેષ લુહાર જેવા શિક્ષણવિદ્નું હોવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે.

ખરેખર, ડો. શૈલેષ લુહાર માત્ર એક નામ નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે વિશ્વાસ, વિઝન, પ્રેરણા અને સફળતાનું જીવંત પ્રતિક છે. તેમણે સાબિત કરી બતાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન મળે તો નાનકડા શહેરનો વિદ્યાર્થી પણ વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.

વાપીના શિક્ષણ ઇતિહાસમાં ડો. શૈલેષ લુહારનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરોમાં લખાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande