ખડકીગામ પાસે નેશનલ હાઈવે પર ઢોર ચઢતાં ટ્રિપલ અકસ્માત
પારડી, 28 મે (હિ.સ.) : પારડી તાલુકાના ખડકીગામ ખાતે નેશનલ હાઇવે નં. ૪૮ પર અચાનક ઢોર આવી ચઢતાં એક પછી એક ત્રણ વાહનો અથડાતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી
અકસ્માત થયેલી ગાડી


પારડી, 28 મે (હિ.સ.) : પારડી તાલુકાના ખડકીગામ ખાતે નેશનલ હાઇવે નં. ૪૮ પર અચાનક ઢોર આવી ચઢતાં એક પછી એક ત્રણ વાહનો અથડાતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ખડકી ગામે રેમન્ડ કંપની સામે વાપીથી વલસાડ તરફ જતાં ટ્રેક પર અચાનક ઢોર આવી જતા કાર ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી આવી રહેલો ટેમ્પો નં. ડી.ડી. ૦૧ એમ. ૯૭૮૨ કાર સાથે અથડાયો હતો. ત્યારબાદ તેની પાછળ આવી રહેલી એસટી બસ નં. એમ.એચ. ૨૦ બી.એલ. ૧૮૭૮ ટેમ્પા સાથે અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતાં એસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે સદ્દનસીબે તમામ મુસાફરો અને વાહનચાલકોનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં ત્રણેય વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જો કે મોટી જાનહાની ટળી જતા મોટી દુર્ઘટના બનતા બચી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande