નાનાપોઢામાં ભાજપની જનકલ્યાણ કાર્યશાળા યોજાઈ
નાનાપોંઢા, 28 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નાનાપોઢામાં વિશેષ જનકલ્યાણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદેદ
ભાજપ ના આગેવાનો


નાનાપોંઢા, 28 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નાનાપોઢામાં વિશેષ જનકલ્યાણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યશાળામાં વક્તા તરીકે ગણેશભાઈ બિરારી અને સુરેશભાઈ પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે.

વક્તાઓએ “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે સરકારની યોજનાઓ ગામડાં સુધી પહોંચાડવામાં કાર્યકરો સક્રિય ભૂમિકા ભજવે તેવી અપીલ કરી હતી. કાર્યશાળામાં “અવિકસિતથી વિકાસ તરફ” અને “વિકસિત ભારત સંકલ્પ” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવાનો માટે રોજગારી, ખેડૂતો માટે સહાય, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસકાર્યો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આગામી દિવસોમાં યોજાનાર વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કાર્યક્રમ, વિકાસ યાત્રા, પ્રદર્શન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી તેમજ જનકલ્યાણ શિબિર જેવા કાર્યક્રમોને સફળ બનાવવા માટે ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં નાનાપોઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ તુષારભાઈ પટેલ, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande