વાપીના જે-ટાઈપ આરઓબીને મેગા બ્લોકની મંજૂરી, હવે ટૂંક સમયમાં લોકો માટે ખુલશે બ્રિજ
વાપી,28 મે (હિ.સ.) વાપીના જે-ટાઈપ વિસ્તારમાં બની રહેલા રેલવે ઓવરબ્રિજ (આરઓબી) માટે રેલવે વિભાગ તરફથી મેગા બ્લોકને મંજૂરી મળતા હવે પ્રોજેક્ટની અંતિમ કામગીરી ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં બ્રિજનું લોકાર્પણ
જે ટાઇપ રેલવે ઓવરબ્રિજ


વાપી,28 મે (હિ.સ.) વાપીના જે-ટાઈપ વિસ્તારમાં બની રહેલા રેલવે ઓવરબ્રિજ (આરઓબી) માટે રેલવે વિભાગ તરફથી મેગા બ્લોકને મંજૂરી મળતા હવે પ્રોજેક્ટની અંતિમ કામગીરી ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

વાપીમાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને વાપી જીઆઈડીસીના જે-ટાઈપ રોડને વાપી ટાઉનના નામધા રીંગ રોડ સાથે જોડવા માટે અંદાજે રૂ. ૫૦ કરોડના ખર્ચે જીઆઈડીસી દ્વારા આ મહત્વાકાંક્ષી રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

પ્રોજેક્ટની સમગ્ર કામગીરી પીડબ્લ્યુડી વિભાગના ઈજનેર જતીન પટેલની દેખરેખ હેઠળ ચાલી રહી છે. બ્રિજના જે-ટાઈપ વિસ્તાર અને રીંગ રોડ તરફના ભાગની કામગીરી જી.આઈ.ડી.સી., વાપી મહાનગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં રેલવે પરિસરની અંતિમ કામગીરી હાથ ધરાઈ રહી છે.

રેલવે ટ્રેક ઉપર મૂકવામાં આવનાર લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર પણ તૈયાર થઈ ચૂક્યું છે. આ સ્ટ્રક્ચરને સ્થાપિત કરવા માટે વાપી મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ રેલવે, મુંબઈ પાસે મેગા બ્લોકની માંગણી કરવામાં આવી હતી. ટેકનિકલ કારણોસર હવે ચાર તબક્કામાં મેગા બ્લોક મેળવી કામગીરી પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે વાપી મહાનગરપાલિકાના તત્કાલીન સત્તાધીશો તેમજ ગુજરાત રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ સતત અનુસરણ કર્યું હતું. તેમણે બ્રિજ નિર્માણ એજન્સી, ઈજનેરો અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વિશેષ રસ દાખવ્યો હતો.

ચોમાસા પહેલા બ્રિજ તૈયાર થઈ જતા વાપીના હજારો વાહનચાલકો અને સ્થાનિક લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande