
પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદરમાં હાલ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન અમુક મહિલાઓએ મંદિર પાસે સત્સંગ કરવાને બદલે ગંજીપત્તા વડે પત્તા ટીંચવાનું શરૂ કર્યુ હતુ.ખાપટ ગામે નાગદેવતાના મંદિર પાસે પત્તા ટીંચતી સાત મહિલાઓ ઝડપાઈ હતી જેની પાસેથી 13,330 ની રોકડ કબ્જે થઈ હતી. પકડાયેલ મહિલાઓ પૈકી અમુક મહિલાઓ અગાઉ અનેક વખત દારૂ સાથે પકડાઇ ચૂકી છે.
ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે ખાપટ ગામે નાગદેવતાના મંદિર પાસે રહેતી ચંપા ભુપત મકવાણા નામની મહિલાના ઘર પાછળ ચંપા સહિત અન્ય મહિલાઓ જુગાર રમી રહી છે તેથી પોલીસે દરોડો પાડતા ચંપા મકવાણા ઉપરાંત ગુરુકુળના ગેટ પાસે રહેતી પ્રભા ધનાભાઇ સોલંકી, સતિ મગન મકવાણા, ખાપટ નાગદેવતાના મંદિર પાસેરહેતી દક્ષા વિપુલ મકવાણા, વી.વી. બજારમાં રાખાબાપાના મંદિર પાસે રહેતી કંચન નરેશ સોલંકી, ખાપટ નાગદેવતાના મંદિર પાસે રહેતી કીર્તિ રાજુ ઠાકોર અને ગુરુકુળના ગેટ પાસે દેવીપૂજકવાસમાં રહેતી રતનબેન વિનોદ ઉર્ફે ટીનીયો ઝાલા મળી આવી હતી તેઓની પાસેથી13,330ની રોકડ કબ્જે થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya