
જામનગર, 29 મે (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજૂ થયેલા કુલ 49 પ્રશ્નો જે તમામનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોની રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોના નાગરિકોની વ્યક્તિગત અને જાહેર હિતની રજૂઆતો સંદર્ભે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને સ્વામિત્વ યોજના હેઠળ થયેલ ક્ષતિયુક્ત સર્વે બાબતે, જમીનમાં હક દાખલ નોંધ અંગે, ગટરની સફાઈ અંગે, જમીન સર્વે બાબતે ખાતેદાર પોતાનો કબજો દર્શાવી શક્યા ન હોવા અંગે, પીવાના પાણી અંગે, જમીન દબાણ બાબતનો પ્રશ્ન,ચૂક સુધારા દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી ભરવા બાબત, વીજળી અંગેનો પ્રશ્ન, અનધિકૃત બાંધકામ અને ફેન્સીંગ દુર કરવા બાબત, જમીન સંપાદન અન્વયે અરજદારને વળતરની રકમ ચુકવવા બાબત, ગેરકાયદેસર દબાણ દુર કરવા અંગે, રહેણાંક વિસ્તાર પાસે પાર્કિંગ કરવા બાબત, મકાનનો કબ્જો પરત અપાવવા અંગે, સ્પીડ બ્રેકર બનાવવા બાબત, તળાવ અને નદી ઊંડા ઉતારવા, રોડ રસ્તા અંગેનો પ્રશ્ન જેવા અરજદારોના વિવિધ પ્રશ્નો અન્વયે કલેકટરે લગત અધિકારીઓને સુચના આપી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સુચના આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt