પોરબંદર મહાનગરપાલિકામાં, બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ નહી મળતા રોષ.
પોરબંદર, 29 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ નહી મળતા રોષ ઠાલવાયો છે અને શ્રી બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સીલ દ્વારા આગામી ચૂંટણીના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ચેતવણી અપાઈ હતી. બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ દિનેશ
પોરબંદર મહાનગરપાલિકામાં, બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ નહી મળતા રોષ.


પોરબંદર, 29 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ નહી મળતા રોષ ઠાલવાયો છે અને શ્રી બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સીલ દ્વારા આગામી ચૂંટણીના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ચેતવણી અપાઈ હતી.

બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ દિનેશભાઇ થાનકીએ જણાવ્યુ છે કે પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણોએ ખોબે ખોબે મત આપીને ભાજપને વિજયી બનાવ્યુ છે. રાજકોટ જેવા શહેરમાં પણ બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે પરંતુ ગાંધીજન્મભૂમિ પોરબંદરની મહાનગરપાલિકામાં બ્રાહ્મણોને પ્રતિનિધિત્વ અપાયુ નથી.

પોરબંદર વિધાનસભામાં બ્રાહ્મણોની વસ્તી નોંધપાત્ર છે અને આગામી વિધાસનભાની ચૂંટણીમાં સીટ પણ પોરબંદર જિલ્લામાં વધવાની છે જેથી બ્રાહ્મણો મતદારોની વસ્તી પહેલા નંબરે આવી જશે. તેથી અત્યારે પોરબંદર કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ આપીને ભાજપે અન્યાય કર્યો છે તેની સામે બ્રાહ્મણોનો વિરોધ છે. આગામી દિવસોમાં બ્રાહ્મણોને સ્થાન મળે તે જરૂરી છે અન્યથા આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ચેતવણી પણ ભાજપને આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande