ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા, ચાર નવા બાળકેન્દ્રી અભ્યાસક્રમો શરૂ
- શિક્ષણશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાનમાં નવા UG કોર્સિસ શરૂ - વર્ષ 2026-27 થી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અને UGCની ભલામણો મુજબ નવા UG અભ્યાસક્રમો શરૂ ગાંધીનગર,29 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ રિસર્ચ ય
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા, ચાર નવા બાળકેન્દ્રી અભ્યાસક્રમો શરૂ


- શિક્ષણશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાનમાં નવા UG કોર્સિસ શરૂ

- વર્ષ 2026-27 થી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અને UGCની ભલામણો મુજબ નવા UG અભ્યાસક્રમો શરૂ

ગાંધીનગર,29 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વર્ષ 2026-27 થી નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને યુજીસીના માપદંડો મુજબ નવા અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર, બાળકેન્દ્રી, સંશોધન આધારિત અને ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુસર યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

યુનિવર્સિટી ખાતે બી.એ. (ઓનર્સ / ઓનર્સ વિથ રિસર્ચ) અંતર્ગત શિક્ષણશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષયો તેમજ બી.એસસી. (ઓનર્સ / ઓનર્સ વિથ રિસર્ચ) અંતર્ગત ગૃહવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન વિષયો ઉપલબ્ધ રહેશે. પ્રવેશ માટે ધોરણ 12 પાસ વિનિયન , વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

યુનિવર્સિટી ખાતે આ અભ્યાસનું માધ્યમ ગુજરાતી રહેશે જ્યારે પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને એક વર્ષ પૂર્ણ થતાં યુજી સર્ટિફિકેટ, બે વર્ષ પૂર્ણ થતાં યુજી ડિપ્લોમા, ત્રણ વર્ષ પૂર્ણ થતાં યુજી ડિગ્રી તથા ચાર વર્ષ પૂર્ણ થતાં યુજી ડિગ્રી વિથ ઓનર્સ / રિસર્ચ પ્રાપ્ત કરવાની તક મળશે. સાથે સાથે મલ્ટિપલ એન્ટ્રી – એક્ઝિટ સિસ્ટમ, અનુસ્નાતક અને ડોક્ટરલ અભ્યાસ માટે પણ અવકાશ રહેશે. સમગ્ર અભ્યાસ સંશોધન આધારિત રહેશે. અનુભવી અને કાયમી અધ્યાપકો તથા NET / GSET / Ph.D. માર્ગદર્શક ફેકલ્ટીનું માર્ગદર્શન વિધાર્થીઓને પ્રાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande