સ્કુલ બેગમાં ગાંજાની તસ્કરી, અમરોલી પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો
સુરત, 29 મે (હિ.સ.) શહેરમાં એક બાજુ પોલીસે એક પછી એક એમડી ડ્રગ્સ,ગાંજા સહિતના નશાના કારોબારને અટકાવવાના પ્રયાસો કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ પણ ધકેલી રહી છે તેમજ છતાં આવા તત્વો આ દુષણને ચાલુ રાખીને અવનવી તરકીબો અજમાવી પોલીસ
Arrest


સુરત, 29 મે (હિ.સ.) શહેરમાં એક બાજુ પોલીસે એક પછી એક એમડી ડ્રગ્સ,ગાંજા સહિતના નશાના કારોબારને અટકાવવાના પ્રયાસો કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ પણ ધકેલી રહી છે તેમજ છતાં આવા તત્વો આ દુષણને ચાલુ રાખીને અવનવી તરકીબો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાના પ્રયાસો કરી રહ્યાં છે.

દરમ્યાન આજ દિશામાં અમરોલી પોલીસે કાર્યવાહી કરીને લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. એટલુંજ નહીં ચોંકાવનારી વાત તો એ છે કે આ રીઢો આરોપી સ્કુલ બેગનો સહારો લઈને ગાંજાની હેરફેર કરી રહ્યો હતો.

શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા “નો ડ્રગ્સ ઈન સુરત સીટી” અભિયાન અંતર્ગત અમરોલી પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. સર્વેલન્સ સ્ટાફની ટીમને એવી બાતમી મળી હતી કે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે એક ઇસમ ગાંજાના જથ્થા સાથે હાજર છે.

માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂ.1 લાખની કિંમતનું 2.014 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તથા મોબાઇલ, સ્કૂલ બેગ અને રોકડા રૂપિયા મળી કુલ્લે રૂ.1,05 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં આરોપી એક રીઢો હોવાની સાથે તેની વિરુદ્ધ અગાઉ પણ સુરત રેલ્વે સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટના 4 તથા ચોરીનો એક તેમજ વાપી રેલ્વે સ્ટેશન ખાતે બે ગુના એમ કુલ્લે 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ ખુલ્યું હતું.પોલીસે આ રીઢા આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande