
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે આવેલ ડૉ. ભરત બારડ શૈક્ષણિક સંકુલના હોલમાં આજે તારીખ ૨૯/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૨૮મી વાર્ષિક સાધારણ સભા તેમજ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા સંઘ અને યાર્ડના આદ્યસ્થાપક તથા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં યાર્ડ અને સંઘના ડાયરેક્ટરો, સભાસદો, વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી અને ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ પૂર્ણ થતા વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વ્યવસ્થાપક કમિટી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની નોંધ લેવાઈ હતી. વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક અહેવાલ મુજબ, સુત્રાપાડા તાલુકા સંઘમાં સભાસદ મંડળીઓનું કુલ શેર ભંડોળ રૂ. ૩,૭૯,૩૦૦/- અને અનામત ભંડોળ રૂ. ૨૪,૦૧,૨૮૬/- નોંધાયું છે. આ ઉપરાંત અન્ય જરૂરી ભંડોળની પણ જોગવાઈ કરવામાં આવી છે.
સંસ્થાના સ્થાપક અને ડાયરેક્ટર અને ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૭થી કાર્યરત આ સંસ્થામાં હાલ સભ્ય સંખ્યા ૧૨૨ પર પહોંચી છે. સંઘ દ્વારા તાલુકા કક્ષાએ રસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણો, જંતુનાશક દવાઓ, ખેત ઓઝારો અને સ્પ્રે પંપ જેવા કૃષિ વિષયક સાધનો પૂરા પાડવામાં આવે છે. ખેડૂતોએ હંમેશા સર્ટિફાઇડ (પ્રમાણિત) બિયારણો અને દવાઓનો જ ઉપયોગ કરવો જોઈએ. સુત્રાપાડા સંઘ ખેડૂતોને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ પૂરું પાડવા હંમેશા તત્પર રહેશે.
તાલુકામાં ખાતર વિતરણની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ સહકારી મંડળીઓને શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી: પ્રથમ ક્રમ: લોઢવા સેવા સહકારી મંડળી દ્વિતીય ક્રમ: લોઢવા તેલીબિયા મંડળી તૃતીય ક્રમ: ગોરખમઢી ફળ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી આ સન્માન જશાભાઈ બારડ, દિલીપભાઈ ઝાલા અને શૈલેન્દ્રસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃભકો (KRIBHCO)ના ફિલ્ડ ઓફિસર જયદીપભાઈ રાખોલીયાએ હાજર ખેડૂતોને આધુનિક ખેતીમાં ખાતરના સંતુલિત મહત્વ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી સેંદ્રિય ખાતર માઈકોરાઈઝાર અને બાયો ફર્ટીલાઈજર વાપરવા ખેડૂતો ને અનુરોધ કર્યો હતો ,તેમજ રિઝર્વ બઁક ના નિયુક્ત કરેલ ઓફિસર દ્રારા સાઇબર ક્રાઇમ થી ખેડૂત કઈ રીતે બચી સકે તેની માહિતી આપી હતી .
સુત્રાપાડા તાલુકા સંઘના સિનિયર ડાયરેક્ટર અને સુંદરપરાના વતની સ્વ. ભાણાભાઈ હમીરભાઈ મોરીના આકસ્મિક અવસાન બદલ સાધારણ સભામાં હાજર તમામ સભાસદો અને આગેવાનો દ્વારા બે મિનિટનું મૌન પાળી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી
આ સાધારણ સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દિલીપભાઇ ઝાલા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, કાળાભાઈ બારડ, સુરેશભાઈ મોરી જેસિંગભાઈ મોરી, લાખાભાઇ ભોળા, અરજણભાઇ બારડ, ભૂપતભાઈ બારડ, રાયસિંગભાઈ વાળા, ગાંડાભાઈ નકુમ,કાનજીભાઈ નકુમ , બાલુભાઈ રાઠોડ, સવદાસભાઈ ઝાલા, કાદુભાઈ જાદવ, મનોજભાઇ વાળા, ઉમેશભાઈ ઝાલા, સામતભાઈ ખેર, ભીમભાઇ ખૂંટડ, ભરતભાઇ જાદવ, બાબુભાઇ ડોડીયા, રામસિંગભાઈ, માંડાભાઈ બારડ, પ્રવીણભાઈ બારડ, કનકસિંહ વાળા, કરશનભાઈ બારડ,જેસિંગભાઈ બારડ ,વજુભાઈ પંપાણિયા , ભાવેશભાઈ મોરી, ગોવિંદભાઈ ચૌહાણ, દેવશીભાઈ ચાવડા, , કૈલાશભાઈ રામ, રામભાઇ પટેલ ,સિદ્ધરાજસિંહ રાઠોડ ,પ્રતાપભાઈ બારડ, નાથાભાઈ ડોડીયા,રણમલભાઈ ડોડીયા ,એભાભાઈ મેર રામસિંગભાઈ વાણવી, પ્રફુલ વાણવી અને સુત્રાપાડા તાલુકા સંઘ ના મેનેજર બહાદુરભાઈ બારડ તથા સ્ટાફ તેમજ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી હાર્દિકભાઈ જાદવ ,વાળાભાઈ તેમજ શૈલેષભાઈ બારડ સ્ટાફ સહિતના સભાસદો અગ્રણી ખેડૂતો અને સહકારી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ