ગીરગઢડાની શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
ગીર સોમનાથ, 29 મે (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. 04 જૂન 2026 ના રોજ સવારે 11 કલાકે શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ, રેલવે સ્ટેશન (સનવાવ) રોડ-ગીરગઢડા ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં શ્રી સ્વ
ગીરગઢડાની શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે


ગીર સોમનાથ, 29 મે (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. 04 જૂન 2026 ના રોજ સવારે 11 કલાકે શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ, રેલવે સ્ટેશન (સનવાવ) રોડ-ગીરગઢડા ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, દ્રોણેશ્વર (દ્રોણ) ગીરગઢડા સંસ્થામાં ચાલતા ધો.6 થી ધો. 12 માટે ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે બી.એડ થયેલા 35 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારોની ભરતી કરાશે.

આ ઉપરાંત યુનો મિન્ડા લાઈટિંગ વિભાગ વિઠ્ઠલપુર (અમદાવાદ) (ધો.૧૦,ધો.૧૨, આઈ.ટી.આઈ પાસ) સંસ્થા એપ્રેન્ટીસ ટ્રેઈની માટે યોગ્ય ઉમેદવારોના ઈન્ટરવ્યૂ યોજશે. જેમાં ૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

રોજગારવાંચ્છુ ઉમેદવારો લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની ઓરિજીનલ અને ફોટોકોપી નકલ તેમજ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ તેમજ પાસપોર્ટ સાઈઝના ચાર નંગ ફોટા અને બાયોડેટા સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

આ જોબફેરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ જોબફેરમાં ઉપસ્થિત ન રહેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande