કપરાડામાં વિકાસ કાર્યોને ગતિ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ચેકડેમ અને વિયર કોઝવેનું કર્યું નિરીક્ષણ
વલસાડ,29 મે (હિ.સ.) કપરાડા વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ચેકડેમ અને વિયર કોઝવેના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષ
MLA જીતુ ચૌધરી


વલસાડ,29 મે (હિ.સ.)

કપરાડા વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ચેકડેમ અને વિયર કોઝવેના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.

મળતી માહિતી મુજબ કપરાડા વિધાનસભા વિસ્તારમાં હાલ અંદાજિત 28થી 30 જેટલા મોટા ચેકડેમ અને વિયર કોઝવેના કામો પ્રગતિ હેઠળ છે. વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં તમામ કામો પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા ઝડપી ગતિએ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ જળસંચય પ્રોજેક્ટો પૂર્ણ થતાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ થઈ શકશે. જેના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે તેમજ કૂવા, બોરીંગ અને અન્ય જળસ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધિ વધશે. ખેડૂતોને શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જળસંચયના આવા કાર્યો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને વિસ્તારના કૃષિ વિકાસને નવી દિશા આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande