ભચાઉમાં મર્ડર કેસના ચાર આરોપીઓ ઝડપાયા : પોલીસની ત્વરીત કામગીરી
કચ્છ, 29 મે (હિ.સ.) : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ
ભચાઉ મર્ડર કેસમાં ઝડપાયેલ આરોપીઓ


કચ્છ, 29 મે (હિ.સ.) : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા શરીર સંબંધિત ગંભીર ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરની સૂચના મુજબ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમયે મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર ૧૧૯૯૩૦૦૪૨૬૦૫૦૪/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસે રહીમ મામદ જુમા પરીટ (ઉંમર 23), ઈરફાન ઉર્ફે ભુરો હાજી ઉર્ફે ગઢો અલારખા પરીટ (ઉંમર 24), હસન ગુલમામદ પરીટ (ઉંમર 27) અને ઈકબાલ ગુલમામદ હારૂ (ઉંમર 27) નામના ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામના મસ્જીદવાસ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની આ ઝડપી અને સુચિત કામગીરીને કારણે ગંભીર ગુનાના આરોપીઓને કાયદાના ચંગુલમાં લાવવામાં સફળતા મળી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ પણ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. ભચાઉ પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ વખાણ મળી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande