મેયર માયા માવાણી એકશનમાંઃ અઢી મહિનાથી પેન્ડિંગ ફાઈલોનાં નિકાલ પર ખાસ ભાર
સુરત, 29 મે (હિ.સ.) : મેયર પદે વરણી થયા બાદ આજે સવારથી જ માયા માવાણી એકશન મોડમાં નજરે પડ્યા હતા. સવારે 10.30 કલાકે સુરત મહાનગર પાલિકાનાં વહીવટી ભવને પહોંચ્યા બાદ તેઓએ પોતાનો પદભાર ગ્રહણ કરતાની સાથે જ છેલ્લા અઢી મહિનાથી પેન્ડિંગ મેયર ફંડની ફાઈલો પર
Surat


સુરત, 29 મે (હિ.સ.) : મેયર પદે વરણી થયા બાદ આજે સવારથી જ માયા માવાણી એકશન મોડમાં નજરે પડ્યા હતા. સવારે 10.30 કલાકે સુરત મહાનગર પાલિકાનાં વહીવટી ભવને પહોંચ્યા બાદ તેઓએ પોતાનો પદભાર ગ્રહણ કરતાની સાથે જ છેલ્લા અઢી મહિનાથી પેન્ડિંગ મેયર ફંડની ફાઈલો પર સહી કરીને કામગીરી શરૂ કરી દીધી હતી. સુરત મહાનગર પાલિકાનાં વોર્ડ નં. 14માં ચુંટાઈ આવેલા નવનિયુક્ત મેયર માયા માવાણી ભાજપ સંગઠનમાં બહોળો અનુભવ ધરાવવાની સાથે - સાથે અન્ય સામાજીક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. સ્વચ્છ છબિ અને સંગઠનનાં લાંબા અનુભવને પગલે જ તેમની મેયર પદે વરણી કરવામાં આવી હતી. અલબત્ત, મેયરનો ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ આજે પહેલાં જ દિવસે છેલ્લા અઢી મહિનાથી પેન્ડિંગ કામોની ફાઈલો મંગાવીને તેના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande