
સુરત/અમદાવાદ, 29 મે (હિ.સ.) : અખિલ ભારતીય નાહર બંધુ જૈન મહાસંઘના તત્વાવધાન હેઠળ સુરતના સિટી લાઈટ તેરાપંથ ભવનમાં આગામી 6 અને 7 જૂન 2026 ના રોજ ગુજરાતમાં યોજાવા જઈ રહેલા 'ગુજરાત નાહર પરિવારના પ્રથમ ઐતિહાસિક સંમેલન' ને લઈને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ છે. સેવા, શિક્ષણ, વિકાસ અને સંગઠનની મજબૂતીના સંકલ્પ સાથે આયોજિત આ બે દિવસીય વિરાટ સંમેલનની તૈયારીઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે યુદ્ધના ધોરણે શરૂ થઈ ચૂકી છે.
મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ રાજેશ પી. નાહરે જણાવ્યું કે આ સંમેલન નાહર સમાજના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ (માઈલસ્ટોન) સાબિત થશે. સંગઠનને ગતિ આપવા માટે રાષ્ટ્રીય કારોબારીના મુખ્ય હોદ્દેદારો જેવા કે કાર્યાધ્યક્ષ તોલચંદજી નાહર, મહામંત્રી રાકેશજી નાહર, કોષાધ્યક્ષ સુભાષજી એમ. નાહર ની સાથે-સાથે યુવા રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ નાહર તેમજ યુવા રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પરાગ નાહર આ આયોજનને ભવ્ય બનાવવા માટે નિરંતર પ્રયત્નશીલ છે.
સંમેલનના સફળ સંચાલન માટે એક વિશેષ 'ગુજરાત સંમેલન આયોજન સમિતિ' ની રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે સુભાષજી નાહર, મહામંત્રી તરીકે જીતુભાઈ નાહર , ઉપપ્રમુખ ડૉ. વિનોદ નાહર અને મૂલચંદજી નાહર, મહિલા પ્રમુખ અંજલિ અભય નાહર
સેવા, શિક્ષણ અને વિકાસના સંકલ્પ સાથે આ મહાકુંભ નવી પેઢીને સમાજના મૂળિયાં અને સંસ્કૃતિ સાથે જોડવાનો એક ઐતિહાસિક પ્રયાસ છે.
ગુજરાત નાહર પરિવાર સંઘ અને આયોજન સમિતિએ દેશ-વિદેશમાં વસતા તમામ નાહર બંધુઓને ભાવભીની વિનંતી કરી છે કે તેઓ આ બંને દિવસો (6 અને 7 જૂન) ને પોતાના સમાજ અને પરિવાર માટે અત્યારથી જ આરક્ષિત (રિઝર્વ) કરી લે.
સમાજની એકતા, પ્રેમ અને શક્તિનું પ્રદર્શન કરવા માટે તમામ નાહર બંધુઓ સપરિવાર આ ઐતિહાસિક સંમેલનમાં સાદર આમંત્રિત છે. સમિતિએ યુવાનો અને સોશિયલ મીડિયા કાર્યકરોને આ સંદેશ દરેક નાહર પરિવાર સુધી પહોંચાડવાની અપીલ કરી છે.
પ્રથમ દિવસ: સંગીત સંધ્યામાં સુપ્રસિદ્ધ મધુર ગાયક શ્રેણિક નાહર દ્વારા સુમધુર ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવશે.બીજો દિવસ: સંગઠનને લઈને વિશેષ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવશે, તેમજ મોટિવેશનલ કાર્યક્રમની સાથે-સાથે અન્ય સાંસ્કૃતિક, સ્પર્ધાઓ અને અનેક રંગારંગ કાર્યક્રમો યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ