પોરબંદર લકડી બંદર વિસ્તારમાં ગટર અને સ્ટોર્મ વોટરની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાની વિશેષ કામગીરી.
પોરબંદર, 29 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસા પૂર્વે આગોતરા આયોજનના ભાગરૂપે ગટર અને સ્ટોર્મ વોટર લાઈનોની સફાઈ તથા જાળવણી કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી અને ગંદા પાણીનો યોગ્ય રીતે નિ
પોરબંદર લકડી બંદર વિસ્તારમાં ગટર અને સ્ટોર્મ વોટરની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાની વિશેષ કામગીરી.


પોરબંદર લકડી બંદર વિસ્તારમાં ગટર અને સ્ટોર્મ વોટરની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાની વિશેષ કામગીરી.


પોરબંદર, 29 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસા પૂર્વે આગોતરા આયોજનના ભાગરૂપે ગટર અને સ્ટોર્મ વોટર લાઈનોની સફાઈ તથા જાળવણી કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી અને ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેમજ નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહાનગરપાલિકાના સેનિટેશન અને બાંધકામ શાખા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત લકડી બંદર વિસ્તારમાં ભૂગર્ભ ગટર તથા સ્ટોર્મ વોટર લાઈન જામ થવાની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ હતી. ચોમાસા દરમિયાન ગટરનું ગંદુ પાણી, વરસાદી પાણી ભરાઈ નહીં અને લકડી બંદર, વીરડી પ્લોટ સહિતના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તેની કાળજી રાખી કામગીરી કરાઇ હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હિટાચી મશીનરીની મદદથી અંદાજે 100 મીટર વિસ્તારમાં સ્ટોર્મ વોટર અને ભૂગર્ભ ગટર લાઈનની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સ્ટોર્મ વોટર લાઈનના મુખના ભાગમાં મોટા પ્રમાણમાં કચરો, કાદવ અને ગાદ જમા થવાને કારણે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધિત થયો હતો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભારે મશીનરી અને માનવબળની મદદથી અવરોધો દૂર કરી સ્ટોર્મ વોટર લાઈનને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી હતી. પરિણામે હવે વરસાદી પાણી અને ગંદા પાણીનો નિકાલ સરળતાથી થઈ શકશે અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. લકડી બંદર, વીરડી પ્લોટ અને આસપાસના વિસ્તારમાં અંદાજે 15 હજારથી વધુ લોકો વસવાટ કરે છે, ત્યારે સમસ્યાના નિરાકરણથી સ્થાનિક રહેવાસીઓમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાની ઝડપી અને અસરકારક કામગીરીને સરાહનીય ગણાવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ચોમાસામાં સજ્જ બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં ગટર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, રોડ અને સફાઈ સંબંધિત કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande