વરાછામાં પ્રેમલગ્નનું કરનાર યુવક પર હુમલો કરી પત્નીનું અપહરણ
સુરત, 29 મે (હિ.સ.) : વરાછા લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હોવાનું તેની પત્નીના પરિવારે મનદુખ રાખી ગતરોજ કતારગામ વિસ્તારમાં કાકાના ઘરે માનતા રાખવાના બહાને બોલાવ્યા બાદ હૂમલો કરવામાં આવ્યો હતો અને તેની પત્ની અપહરણ કરી લઈ જતા
વરાછામાં પ્રેમલગ્નનું કરનાર યુવક પર હુમલો કરી પત્નીનું અપહરણ


સુરત, 29 મે (હિ.સ.) : વરાછા લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હોવાનું તેની પત્નીના પરિવારે મનદુખ રાખી ગતરોજ કતારગામ વિસ્તારમાં કાકાના ઘરે માનતા રાખવાના બહાને બોલાવ્યા બાદ હૂમલો કરવામાં આવ્યો હતો અને તેની પત્ની અપહરણ કરી લઈ જતા મામલો પોલીસમાં પહોચ્યો છે.

બનાવની વિગત એવી છે કે, લંબે હનુમાન રોડ, વરાછા ઝોન ઓફિસની બાજુમાં સૈફ સોસાયટીમાં રહેતા વિડીયો એડીટર રૂષી રાજેશભાઈ પટેલ (ઉ.વ.24)એ કેના નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે વાતનું તેની પત્નીના પરિવારજનોએ મનદુખ રાખી ગઈકાલે સવારે સાડા નવેક વાગ્યે કતારગામ, હાથી મંદિરની બાજુમાં લક્ઝરીયા ખાતે રહેતા તેના કાકાના ઘરે માનતા રાખવામાં આવી હોવાના બહાને રૂષી અને તેની પત્નીને બોલાવ્યા હતા. આ બંને જણા રૂષી ઉપર તેની પત્નીના પરિવાર વિપુલભાઈ કરશનભાઈ સુતરીયા (રહે, સેન્ડે એવન્યુ કતારગામ), શીતલબેન વિપુલભાઈ સુતરીયા, આશિષ કરશનભાઈ સુતરીયા (રહે,જાળીયા ગામ, રાણપુર, બોટાદ), મીનાબેન તેમજ બે અજાણ્યાઓએ રૂષી ઉપર હૂમલો કર્યો હતો અને તેની પત્ની કેનાનું અપહરણ કરી લઈ ગયા હતા. બનાવ અંગે સિંગણપોર પોલીસે રૂષી પટેલની ફરિયાદને આધારે તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande