


પોરબંદર, 29 મે (હિ.સ.) : પોરબંદર ખાતે જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં યુથ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવું, આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી તેમજ યુવાનોને સંગઠન સાથે વધુ સક્રિય રીતે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન તાલુકા અને મંડલ સ્તરે યુથ કોંગ્રેસની ટીમોને વધુ સશક્ત બનાવવા અને નવા યુવા કાર્યકરોને સંગઠનમાં જોડવા માટે ખાસ આયોજન કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવા મતદારો સુધી પહોંચવા માટે વિવિધ કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન ચલાવવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી હતી.ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના પ્રશ્નોને લઈને લોકો સુધી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા પહોંચાડવા પર પણ આગેવાનો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. યુવાનોની ઉર્જા, સર્જનાત્મકતા અને નવીન વિચારોને સંગઠનના વિકાસમાં સામેલ કરવા માટે કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ ડો. પ્રવીણભાઈ વનોલ, પ્રભારી નિખિલભાઈ દ્વિવેદી તેમજ સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ ગૌરાંગભાઈ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવા કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ, માજી જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકના અંતે સંગઠનની એકતા અને યુવા શક્તિના બળથી કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya