બાળમજૂરી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ: 23 તરુણ-બાળમજૂરોને મુક્ત કરાવતી જિલ્લા ટાસ્ક ફોર્સ
સુરત, 30 મે (હિ.સ.) સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત વરાછા વિસ્તારની હરિધામ સોસાયટીમાં સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન હોટ ફિક્સિંગના કામ 23 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. સુરત જિલ્લા ટાસ્ક ફો
23 તરુણ-બાળમજૂરોને મુક્ત કરાવતી જિલ્લા ટાસ્ક ફોર્સ


સુરત, 30 મે (હિ.સ.) સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત વરાછા વિસ્તારની હરિધામ સોસાયટીમાં સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન હોટ ફિક્સિંગના કામ 23 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમમાં શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, ફેક્ટરી નિરીક્ષક, જિ. બાળ સુરક્ષા વિભાગ (1098 ચાઇલ્ડ લાઇન), AHTU, શી-ટીમ, તથા 'પ્રયાસ' સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. કુલ મુક્ત કરાવેલ 23 બાળકોમાં 12 છોકરાઓ અને 11 છોકરીઓ છે. છોકરાઓમાં 11 તરુણ અને 1 બાળમજૂર તેમજ છોકરીઓમાં 8 તરુણ બાળાઓ અને 3 બાળકીઓનો સમાવેશ થાય છે. 14 થી 18 વર્ષની વયના આ બાળકો મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનના વતની છે. આ બાળકો છેલ્લા એક-બે મહિનાથી સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી હોટ ફિક્સિંગનું જોખમી કામ કરતા હતા. તેમને માસિક 5000 થી 10000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો.

તપાસ દરમિયાન સંચાલકો પાસેથી બાળકોની ઉંમરના કોઈ પ્રમાણપત્રો કે પુરાવા મળી આવ્યા ન હતા. સુરક્ષા અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને મુક્ત કરાવી, તેમને બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં તમામ છોકરાઓને વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ-કતારગામ ખાતે અને છોકરીઓને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાંદેર ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. બાળકોના વયના પુરાવાઓ એકત્રિત કર્યા બાદ આ બાળકો પાસેથી મજૂરી કરાવનાર જવાબદાર માલિકો વિરુદ્ધ બાળ મજૂરી પ્રતિબંધક ધારા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande