
- 1 જૂનથી ગણતરીદારો ઘર ગણતરીની કામગીરી કરશે.
રાજકોટ, 30 મે (હિ.સ.) : રાજ્યમાં 1 જૂનથી શઔ થનાર વસ્તીગણતરીની કામગીરીના ભાગ રૂપે રાજકોટ જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી સુચારુ રીતે કરવા માટે 11 તાલુકા તથા 6 નગરપાલિકામાં કુલ મળીને 3400 થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હવે ગણતરીદારો 1 જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી કરશે.
રાજકોટ જિલ્લા કલેક્ટરતથા પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર ડૉ.ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ,એડિ. ડિસ્ટ્રીક્ટ સેન્સસ ઓફિસર સુશીલ પરમારના માર્ગદર્શન અને નોડલ ઓફિસર સમીર રાવલના સંકલનમાં જિલ્લામાં કુલ 73 બેચમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.અધિક જિલ્લા , વિવિધ તાલુકા મથકો તથા નગરપાલિકા વિસ્તાર તથા ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઇડ એરિયામાં 11 મી મેથી તાલીમો શરૂ કરવામાં આવી હતી, જે ૨૫મી મેના રોજ પૂર્ણ થઈ છે. દરેક બેચને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી છે. કુલ મળીને અનુભવી 54 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા 2982 ગણતરીદારો તથા 494 સુપરવાઇઝર્સ મળીને કુલ 3476 સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.
આ તાલીમસત્રો દરમિયાન ઉપસ્થિત તાલીમાર્થીઓને વસ્તી ગણતરીની પ્રક્રિયા, ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ, ફિલ્ડ વર્કની જવાબદારીઓ અને ડેટા કલેક્શન પ્રોટોકોલ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
હવે આ તાલીમબદ્ધ ગણતરીદારો 1 જૂનથી ફીલ્ડમાં જઈને હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી કરશે. દરમિયાન સુપરવાઇઝર્સ આ ગણતરીદારોની કામગીરીનું નિરિક્ષણ અને સંકલન કરશે તથા જરૂરી માર્ગદર્શન આપશે.નોંધનીય છે કે, વસ્તીગણતરી અંતર્ગત હાલ સ્વગણનાનો તબક્કો 31 મે સુધી ચાલી રહ્યો છે,
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ