
સોમનાથ,30 મે (હિ.સ.) સુત્રાપાડા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “નરેન્દ્ર મોદીના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત 12 વર્ષના સફળ કાર્યકાળને ઉજાગર કરતા “વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ નગરપાલિકાના સભ્યઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી અનિલ જેઠવાએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષ દરમિયાન કરાયેલા વિકાસકાર્યો, જનહિતની યોજનાઓ અને દેશને વૈશ્વિક સ્તરે મળેલી નવી ઓળખ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કાર્યકરોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે વધુ સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ કાળા બારડ, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી, શહેર ભાજપ મહામંત્રી સિદ્ધરાજસિંહ રાઠોડ, સુત્રાપાડા જી.એચ.સી.એલ. યુનિયન પ્રમુખ જેસીંગ બારડ સહિત નગરપાલિકા સભ્યઓ અને શહેર ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા તેમજ આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ