બાલીસણા કંપનીમાંથી રૂ. 1.26 લાખથી વધુના સામાનની ચોરી, પોલીસ તપાસ શરૂ
પાટણ, 30 મે (હિ.સ.)પાટણ જિલ્લાના બાલીસણા-ચડાસણા રોડ પર આવેલી ‘સિગ્નેચર કલર’ નામની નિર્માણાધીન કંપનીમાં અજાણ્યા તસ્કરો દ્વારા રૂ. 1,26,902ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે કંપનીના માલિક મનીષકુમાર હરીલાલ પટેલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધા
બાલીસણા કંપનીમાંથી રૂ. 1.26 લાખથી વધુના સામાનની ચોરી, પોલીસ તપાસ શરૂ


પાટણ, 30 મે (હિ.સ.)પાટણ જિલ્લાના બાલીસણા-ચડાસણા રોડ પર આવેલી ‘સિગ્નેચર કલર’ નામની નિર્માણાધીન કંપનીમાં અજાણ્યા તસ્કરો દ્વારા રૂ. 1,26,902ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે કંપનીના માલિક મનીષકુમાર હરીલાલ પટેલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 26 મે, 2026ના રોજ સાંજે કંપનીનો કારિગર દરવાજા બંધ કરીને તાળું મારી ગયો હતો. ત્યારબાદ 27 મેની સવારે સંબંધીઓ સ્થળ પર પહોંચતા મુખ્ય ગેટનો જમણી બાજુનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો.

અંદર તપાસ કરતાં જાણવા મળ્યું કે અંદાજે 500 મીટર કોપર કેબલ વાયર, 300 કિલો જી.આઈ. ગેલ્વેનાઈઝ બોલ્ટ તેમજ 1000 કિલો સ્ટીલની ગડર અને પાઈપ સહિતનો સામાન ચોરાઈ ગયો હતો. અલગ-અલગ માપના અન્ય કેબલ વાયરો પણ ગાયબ હતા.

આ મામલે બાલીસણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 305(a) અને 331(4) હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર અરુણાકુમારી નિછાભાઈ પટેલને સોંપવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande