જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે વિશ્વ ઇમર્જન્સી દિવસ નિમિત્તે બેઝિક લાઈફ સપોર્ટની તાલીમ કાર્યક્રમ
- 125 શિક્ષકોએ ઈમરજન્સી પરિસ્થિતિમાં લેવાના પગલાઓ અંગે પ્રાયોગિક ધોરણે તાલીમ લીધી. વડોદરા, 30 મે (હિ.સ.) : વડોદરા જિલ્લા ખાતે આજરોજ વિશ્વ ઈમરજન્સી દિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલ તથા સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા સમાજમાં ઈમરજન્સી પ્રતિભાવ ક્ષમતા વિકસાવવાના
Life Support Training Program for Primary School Teachers


- 125 શિક્ષકોએ ઈમરજન્સી પરિસ્થિતિમાં લેવાના પગલાઓ અંગે પ્રાયોગિક ધોરણે તાલીમ લીધી.

વડોદરા, 30 મે (હિ.સ.) : વડોદરા જિલ્લા ખાતે આજરોજ વિશ્વ ઈમરજન્સી દિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલ તથા સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા સમાજમાં ઈમરજન્સી પ્રતિભાવ ક્ષમતા વિકસાવવાના હેતુસર બેઝિક લાઇફ સપોર્ટ તેમજ સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ તાલુકાના 125 શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

આજના સમયમાં અચાનક હાર્ટ એટેક- બેભાન થવાની પરિસ્થિતિ-શ્વાસ રૂંધાવું અકસ્માતો તથા અન્ય ઈમરજન્સી પરિસ્થિતિમાં શરૂઆતની કેટલીક મિનીટો ખુબ જ અગત્યની હોય છે આવી પરિસ્થિતિમાં આસપાસના સામાન્ય લોકો કર્મચારીઓ અથવા સ્ટાફ જોબ બેઝિક લાઈફ સપોર્ટ અને સીપીઆર તાલીમ અંગેનું પ્રાથમિક જ્ઞાન હોય તો દર્દીનું જીવન બચાવવાની શક્યતાઓમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ તાલીમ સંપૂર્ણપણે પ્રાયોગિક રીતે ડો. વૃંદાબેન અને તેઓની ટીમ દ્વારા અનુભવી ડોક્ટર તથા ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં આવી હતી. તાલીમના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક સારવાર ઉપચાર માટેની એક કીટ પણ આપવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા મહેશ પાંડે દ્વારા વિશેષ રૂપે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ સાથે સંસ્થા દ્વારા કાર્ય પ્રવાહને ધ્યાનમાં રાખીને તાલીમમાં આવેલા તાલીમાર્થીઓને આભાકાર્ડ માટે રજીસ્ટ્રેશન કરીને કાર્ડ પણ સ્થળ ઉપર કાઢી આપવામાં આવ્યો હતો. તાલીમ વર્ગમાં ડીઈઓ કચેરી વડોદરાના એઇઆઇ ભરતભાઈ ઉપસ્થિત રહી આ તાલીમ વર્ગમાં જરૂરી માર્ગદર્શન આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ શર્મા સમગ્ર શિક્ષા કોઓર્ડીનેટર ભાદરવા દ્વારા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande