કચ્છના દરિયામાંથી 1180 કરોડના કોકેઈન કેસમાં એનઆઈએની એન્ટ્રી
- ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે અમદાવાદ,30 મે (હિ.સ.) ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 1180 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને લોકલ એસઓજ
NIA enters into 1180 crore cocaine case from Kutch sea


- ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે

અમદાવાદ,30 મે (હિ.સ.) ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 1180 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને લોકલ એસઓજીની સંયુક્ત કામગીરીથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે.ગુજરાતમાં અને ભારતમાં વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 118 કિલો કોકેઈનના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે.ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડ રૂપિયાના કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ તપાસમાં જોડાઈ છે.

એનઆઈએની એન્ટ્રી સાથે હવે આ કેસ માત્ર ડ્રગ્સ સ્મગલિંગનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ, વિદેશી કનેક્શન અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ સુધી પહોંચે તેવી શક્યતા વધી ગઈ છે.

એનઆઈએની એન્ટ્રી બાદ હવે તપાસ માત્ર 118 કિલો કોકેઈન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની પાછળ રહેલા સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ફંડિંગ ચેનલ અને ભારતમાં કાર્યરત રિસીવિંગ મોડ્યુલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. તેથી આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા અને વધુ ધરપકડો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

તપાસ દરમિયાન એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાને કારણે પણ અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે તેની પાસે ડ્રગ્સ નેટવર્કની મહત્વની માહિતી હોવાની શક્યતા છે. એટલું જ નહીં, એટીએસને મળેલા પેકટમાંથી એક પેકેટ હજુ સુધી મળ્યું નથી, જેના કારણે એ પેકેટ દરિયામાં ફેંકી દેવાયું હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બ્રાઝીલમાં લોડ કરાયેલો કોકેઈનનો જથ્થો અનેક દેશોના જળમાર્ગો પાર કરીને મુંદ્રા નજીક પહોંચ્યો હતો. આરોપીઓએ કાર્ગોશીપમાંથી નાની બોટ મારફતે જથ્થો બહાર કાઢી તેને દિલ્હી સુધી પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો.

ગુજરાત એટીએસએ દરિયામાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દિલ્હીના દ્વારકામાં રહેતા બે વિદેશી નાગરિકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઓપરેશનમાં વિદેશી નાગરિકોની સંડોવણી સામે આવતા કેસની ગંભીરતા વધી છે.

એનઆઈએએ હવે તપાસ કરી રહી છે કે, આ જથ્થો માત્ર દિલ્હી સુધી પહોંચાડવાનો હતો કે પછી ભારતના અન્ય શહેરોમાં પણ તેનું નેટવર્ક ફેલાયેલું છે. સાથે સાથે આ કોકેઈન પાછળ કઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ કામ કરી રહી છે, તેનું ફંડિંગ ક્યાંથી થયું અને ભારતમાં તેનો રિસીવિંગ નેટવર્ક કોણ સંભાળી રહ્યું હતું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ખેપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાંચી થઈને ગુજરાત

તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે, 118 કિલો કોકેઈન જેવી વિશાળ ખેપ પાછળ માત્ર ત્રણ-ચાર લોકોનું નેટવર્ક હોઈ શકે નહીં. ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય વેપારમાં સામાન્ય રીતે અનેક દેશોમાં ફેલાયેલું સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોય છે. બ્રાઝીલથી શરૂ થયેલી આ ખેપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાંચી થઈને ગુજરાત સુધી પહોંચી હતી, જે દર્શાવે છે કે સમગ્ર ઓપરેશન લાંબા સમયથી આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ફંડિંગ ચેનલ અને ભારતની ચેઈનનું તપાસ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande