જેલમાંથી ફરાર આરોપીને માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 30 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ગાંજા/ચરસ/ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી/વેચાણ અંગે બાજ નજર રાખી નશીલા પદાર્થોની બદી સદંતર નાબુદ કરવા, તેમજ ગાંજાનું કોઇ જગ્યાએ વાવેતર થયેલ હોય તો તેવા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના કેસો શોધી કાઢવા ત
NDPS ના ગુન્હામાં દસ વર્ષની સજા પામેલ જેલમાંથી ફરાર આરોપીને ફરી માદક પદાર્થ  ના જથ્થા સાથે


ગીર સોમનાથ, 30 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ગાંજા/ચરસ/ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી/વેચાણ અંગે બાજ નજર રાખી નશીલા પદાર્થોની બદી સદંતર નાબુદ કરવા, તેમજ ગાંજાનું કોઇ જગ્યાએ વાવેતર થયેલ હોય તો તેવા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના કેસો શોધી કાઢવા તેમજ NDPS ના ગુન્હામાં સજા થયેલ હોય અને વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને એસ.ઓ.જી. તથા તાલાળા પો.સ્ટે. સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે બકરી ઇદ તહેવાર સબબ તાલાળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમિયાન એસ.ઓ.જી. શાખાના ASI-તથા તાલાળા પો.સ્ટે.ના HC ને બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે તાલાળા માર્કેટીંગ યાર્ડની સામે હિરણનદીના કાઠે રમરેચી સીમ વિસ્તારમાં એન.ડી.પી.એસ.ની રેઇડ કરતા હોમતદાર- મહાદેબ મલ્લીક ઉર્ફે મધુમલીક .આસામ વાળાને માદક પદાર્થ ગાંજો(મારીજુઆના/હશીશ)ના જથ્થા સાથે પકડી પાડી તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલી કરી હોમતદાર વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

વધુ તપાસ કરતા હોમતદાર વિરુધ્ધ પંચકોશી એ ડીવીઝન જામનગર પો.સ્ટે. ગુનો દાખલ થયેલ, જેમાં નામદાર કોર્ટે દસ વર્ષની સજા અને રોકડ દંડની સજા કરતા સદર હોમતદાર મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સજા ભોગવતો હતો ત્યારે નામદાર કોર્ટે વયગાળાના જામીન આપતા પોતે જામીન ઉપરથી પરત હાજર નહી થઇ આજદિન સુધી ફરાર હોય જે બાબતે હોમતદાર વિરુધ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી પાસેથી પોલીસે માદક પદાર્થ ગાંજો 519 ગ્રામ કિંમત રૂપિયા 25950 અને અને મોબાઈલ મળી કુલ 26450 નો મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande