GCAS UG પ્રવેશ 2026-27 માટે સુધારેલું રજિસ્ટ્રેશન શિડ્યુલ જાહેર
પાટણ, 30 મે (હિ.સ.)ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્નાતક (UG) પ્રવેશ પ્રક્રિયાનું સુધારેલું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રવેશ પ્રક્રિયા કુલ ચાર રજિસ્ટ્રેશન રાઉન્ડમાં યોજાશે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બ
GCAS UG પ્રવેશ 2026-27 માટે સુધારેલું રજિસ્ટ્રેશન શિડ્યુલ જાહેર


પાટણ, 30 મે (હિ.સ.)ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્નાતક (UG) પ્રવેશ પ્રક્રિયાનું સુધારેલું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રવેશ પ્રક્રિયા કુલ ચાર રજિસ્ટ્રેશન રાઉન્ડમાં યોજાશે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડ માટે 30 મે, 2026થી નોંધણી શરૂ થઈ છે.

પ્રથમ રાઉન્ડની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 28 મેના રોજ પૂર્ણ થઈ હતી. તેની પ્રવેશ ઓફર 29 મે થી 1 જૂન સુધી ઉપલબ્ધ રહેશે અને કન્ફર્મેશન 2 થી 6 જૂન, 2026 દરમિયાન કરવાનું રહેશે.

બીજા રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન 30 મે થી 6 જૂન (રાત્રે 11:59 સુધી) ચાલશે. તેની પ્રવેશ ઓફર 8-9 જૂનના રોજ જાહેર થશે અને કન્ફર્મેશન 10 થી 13 જૂન દરમિયાન કરવું પડશે. ત્રીજા અને ચોથા રાઉન્ડનું રજિસ્ટ્રેશન અનુક્રમે 8 થી 13 જૂન અને 15 થી 20 જૂન દરમિયાન થશે.

ત્રીજા રાઉન્ડની પ્રવેશ ઓફર 15-16 જૂન અને કન્ફર્મેશન 17 થી 20 જૂન દરમિયાન રહેશે. ચોથા રાઉન્ડમાં પ્રવેશ ઓફર 22-23 જૂન અને કન્ફર્મેશન 24 થી 29 જૂન સુધી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ પ્રવેશ ઓફર મળ્યા બાદ ઓનલાઈન કન્ફર્મેશન સાથે ‘Consent’ આપવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ફી અનઅનામત માટે રૂ.300 અને SC, ST, SEBC, EWS તથા PwBD ઉમેદવારો માટે રૂ.150 રાખવામાં આવી છે. સહાય માટે AI એજન્ટ અને હેલ્પલાઈન નંબર +91-7969799680 ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande