વ્હાઇટ શાર્ક ટ્રેડ્સ કૌભાંડઃ રોકાણકારો ઈએમઆઈના બોજ હેઠળ પીસાઈ રહ્યા, જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે?
સિલવાસા, 30 મે (હિ.સ.) વ્હાઇટ શાર્ક ટ્રેડ્સની કથિત ડબલ પૈસા બનાવવાની યોજનામાં ફસાયેલા સૈંકડો રોકાણકારોની જિંદગી આજે દેવું, તણાવ અને અનિશ્ચિતતાના ભાર હેઠળ દબાઈ ગઈ છે. કોઈએ બેંકમાંથી લોન લઈને રોકાણ કર્યું હતું, કોઈએ વર્ષોની બચત લગાવી હતી તો કોઈએ પર
પ્રતિકાત્મક તસ્વીર


સિલવાસા, 30 મે (હિ.સ.) વ્હાઇટ શાર્ક ટ્રેડ્સની કથિત ડબલ પૈસા બનાવવાની યોજનામાં ફસાયેલા સૈંકડો રોકાણકારોની જિંદગી આજે દેવું, તણાવ અને અનિશ્ચિતતાના ભાર હેઠળ દબાઈ ગઈ છે. કોઈએ બેંકમાંથી લોન લઈને રોકાણ કર્યું હતું, કોઈએ વર્ષોની બચત લગાવી હતી તો કોઈએ પરિવારના ભવિષ્યના સપનાઓ સાકાર કરવાની આશાએ ઘરેણાં વેચીને મૂડી રોકી હતી.

પરંતુ આજે સ્થિતિ એવી છે કે દર મહિને EMIની તારીખ નજીક આવતાં જ અનેક પરિવારોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાય છે. બેંક હપ્તા માંગે છે, વ્યાજનો બોજ વધે છે અને કાનૂની નોટિસનો ડર અલગ સતાવે છે.

રોકાણકારોમાં સૌથી વધુ દુઃખની લાગણી એ બાબતને લઈને છે કે જેમનું પૈસું ડૂબ્યું છે તેઓ હજુ પણ આર્થિક અને માનસિક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, જ્યારે જેમના પર રોકાણકારોના પૈસા પરત ન આપવાના આરોપો છે તેઓ ખુલ્લેઆમ ફરતા હોવાની ચર્ચા છે. કેટલાક એજન્ટો મોજમસ્તી અને પ્રવાસોમાં વ્યસ્ત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

પીડિતોનો પ્રશ્ન છે કે જો સામાન્ય વ્યક્તિ બેંકની EMI ભરવામાં મોડું કરે તો તેના પર તરત જ કાર્યવાહી થાય છે, પરંતુ લોકોની મહેનતની કમાણી પરત કરાવવાના મામલે કાર્યવાહી એટલી ધીમી કેમ છે?

ઘણા રોકાણકારોનો આક્ષેપ છે કે પૈસા પરત મેળવવાની આશાએ જ્યારે તેઓ સંબંધિત લોકોનો સંપર્ક કરે છે ત્યારે તેમને યોગ્ય જવાબ મળતો નથી અને ક્યારેક ધમકીભર્યું વર્તન પણ સહન કરવું પડે છે.

આ સમગ્ર મામલે હવે લોકો ન્યાયની માંગ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે માત્ર કેસ નોંધાવવો પૂરતો નથી, પરંતુ રોકાણકારોને તેમની મહેનતની કમાણી પરત મળે અને જવાબદારોને કાયદેસર રીતે જવાબદાર ઠેરવવામાં આવે તે જ સાચો ન્યાય ગણાશે.

હવે સૌના મનમાં એક જ પ્રશ્ન છે – શું રોકાણકારોને તેમનું પૈસું પાછું મળશે? શું તંત્ર તેમને રાહત અપાવી શકશે? કે પછી ન્યાયની આશા પણ EMIની આગામી તારીખની જેમ માત્ર આગળ જ ધકેલાતી રહેશે?

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande