પાટણમાં નશામાં ધૂત શખસે એક્ટિવાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો
પાટણ, 30 મે (હિ.સ.) : પાટણના ગાંધીબાગ નજીક 29 મે, 2026ના રોજ સાંજે ટ્રાફિક પોલીસ કર્મચારી ઈશ્વર પટેલ અને તેમની પત્ની એક્ટિવા પર બજારમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત ટાટા પંચ કારના ચાલકે તેમની એક્ટિવાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હત
નશામાં ધૂત શખસે એક્ટિવાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો.


પાટણ, 30 મે (હિ.સ.) : પાટણના ગાંધીબાગ નજીક 29 મે, 2026ના રોજ સાંજે ટ્રાફિક પોલીસ કર્મચારી ઈશ્વર પટેલ અને તેમની પત્ની એક્ટિવા પર બજારમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત ટાટા પંચ કારના ચાલકે તેમની એક્ટિવાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, કારમાં સવાર કૃણાલકુમાર બલભદ્રસિંહ ગઢવી (રહે. છાણી, વડોદરા) નીચે ઉતરી ટ્રાફિક પોલીસ કર્મચારી અને તેમની પત્ની સાથે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ટ્રાફિક પોલીસ કર્મચારી ઈશ્વર પટેલ આરોપીને કાર સાથે બી. ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા હતા. ત્યાં પણ આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીને બે-ત્રણ લાફા મારી દીધા હતા.

પોલીસ તપાસ દરમિયાન કારમાંથી 180 એમએલની અડધી ભરેલી દારૂની બોટલ, બે ખાલી બોટલો અને અડધો ભરેલો પેગનો ગ્લાસ મળી આવ્યો હતો. આ મામલે બી. ડિવિઝન પોલીસ મથકે આરોપી કૃણાલકુમાર ગઢવી અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ આઈ. જી. મોરીએ વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande