
- 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
ભાવનગર, 30 મે (હિ.સ.) : યાત્રિયોની સુવિધા તથા વધતી મુસાફર સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વેરાવળ–રાજકોટ અને રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનોમાં તાત્કાલિક ધોરણે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે. વેરાવળ–રાજકોટ લોકલ ટ્રેનોમાં તાત્કાલિક ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 59421 રાજકોટ–વેરાવળ લોકલમાં તા. 02 જૂન 2026થી 01 ઓગસ્ટ 2026 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 59422 વેરાવળ–રાજકોટ લોકલમાં તા. 03 જૂન 2026થી 02 ઓગસ્ટ 2026 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
ભાવનગરના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે આ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ આ ટ્રેનોમાં હાલના 09 જનરલ કોચોની જગ્યાએ કુલ 11 જનરલ કોચ ઉપલબ્ધ રહેશે, જેના કારણે મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી રહેલી મુસાફરોની માંગ પૂર્ણ થઈ છે. પશ્ચિમ રેલવે યાત્રિયોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. મુસાફરો ટ્રેનોના સંચાલન અને અન્ય વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ