તાજપર ગામના શિક્ષિત યુવા મંડળની અનોખી પહેલ : તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન
બોટાદ, 30 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના તાજપર ગામ ખાતે સમસ્ત તાજપર ગામ શિક્ષિત યુવા મંડળ દ્વારા શ્રી એમ. કે. ગાંધી વિદ્યાલયમાં પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને રાષ્ટ્રીય સેવાના ક્ષેત્રે ઉ
ભાવનગર


બોટાદ, 30 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના તાજપર ગામ ખાતે સમસ્ત તાજપર ગામ શિક્ષિત યુવા મંડળ દ્વારા શ્રી એમ. કે. ગાંધી વિદ્યાલયમાં પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને રાષ્ટ્રીય સેવાના ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ ધોરણોમાં શ્રેષ્ઠ શૈક્ષણિક પરિણામ પ્રાપ્ત કરનાર કુલ 137 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થાય અને તેઓ ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના ગૌરવ સમાન GPSC પરીક્ષા પાસ કરનાર મૌલિકભાઈ મોતીસરિયા, અગ્નિવીર તરીકે દેશસેવામાં પસંદગી પામેલા કિરણભાઈ આર. બારૈયા તેમજ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની બરછી ફેંક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવનાર કૌશિક મેરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સિદ્ધિઓને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર કુલ 91 દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને સમાજ વિકાસ માટે આપેલા તેમના યોગદાનને આયોજકોએ બિરદાવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન સોનલબેન આર. રાજગુરુએ કર્યું હતું, જ્યારે વિજય કે. મકવાણાએ પ્રેરણાદાયી સંબોધન કરીને વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી સતત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો, દાતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિજયભાઈ કે. મકવાણાની આગેવાનીમાં ગૌરવ અને પ્રેરણાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આજના તેજસ્વી તારલા, આવતીકાલના ઉજ્જવળ ભારતના નિર્માતા – આ સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande